રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો: આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-07,

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24થી 26 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ મામલે હવામાન વિભાગે (Weather Department) આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ત્રણ દિવસ હળવાથી ભારે વારસાદ પડી શકે છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદી માહોલ જામ્યો છે. જે અનુસંધાને આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ (Gujarat Rain Forecast) પડવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24થી 26 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે. હાલ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિભાગમાં થન્ડરસ્ટોર્મની આગાહી આપી છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63