મોરબીમાં આજે વધુ 11 કેસ પોઝિટિવ : જ્યારે 8 લોકો થયા રિકવર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-07,

મોરબી જિલ્લાના કુલ કોરોના કેસની સંખ્યા થઈ 214 : વાંકાનેરના વૃદ્ધનું મૃત્યુ નિપજતા મૃત્યુ આંક 15 થયો

મોરબી જિલ્લામાં આજે શુક્રવારે સાંજે વધુ 11 કેસ પોઝિટિવ થયા છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોનાના કુલ કેસ 214 થયા છે. જ્યારે આજે વાંકાનેરના વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થયું છે. આથી મોરબી જિલ્લાનો કોરોનાનો કુલ મૃત્યુઆક 15 થયો છે જ્યારે આજના નવા 11 કેસની સામે 8 લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈ જતા તેમને રજા અપાઈ છે.

આજે નોંધાયેલા 11 કોરોના કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર રહેતા 69 વર્ષના પુરુષ, વજેપર-13માં રહેતા 36 વર્ષના પુરુષ, કાયાજી પ્લોટ 2માં રહેતા 59 વર્ષના પુરુષ, તેમજ મોરબી શહેરની હર્ષવાટીકા સોસાયટીમાં રહેતા 30 વર્ષના પુરુષ તેમજ શકત શનાળા ગામે રહેતા 36 વર્ષના પુરુષ તથા લાતી પ્લોટમાં રહેતા 26 વર્ષના પુરુષ અને વાવડી રોડ પર રહેતા 69 વર્ષના પુરુષ તેમજ વજેપરમાં રહેતા 38 વર્ષના પુરુષ, મોરબીના શનાળા રોડ પર વાડી વિસ્તારમાં રહેતા 82 વર્ષના વૃદ્ધ અને મોરબી શહેરની ઈદ મસ્જિદ પાસે રહેતા 45 વર્ષના પુરુષ અને મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ મિલી પાર્ક-5 માં રહેતા 21 વર્ષના પુરુષ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

જ્યારે આજે 11 કેસ સામે 8 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં પારેખ શેરીમાં રહેતા 85 વર્ષ વૃદ્ધા, કાલિકા પ્લોટમાં રહેતા 75 વર્ષના વૃદ્ધા, સાઇટિફિકની વાડી, રવાપર રોડ પર રહેતા 61 વર્ષના વૃદ્ધ, જેતપર ગામે રહેતા 66 વર્ષના વૃદ્ધા, કાયાજી પ્લોટમાં રહેતા એક જ પરિવારના 45 વર્ષના પુરુષ અને 41 વર્ષના મહિલા તેમજ કાયાજી પ્લોટમાં રહેતા 51 વર્ષના પુરુષ અને સાવસર પ્લોટમાં રહેતા 83 વર્ષના વૃદ્ધને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજ મોરબીમાં કુલ કેસ 214 છે જેમાં 129 જેટલા લોકો રિકવર થતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 70 થઇ છે. જયારે મૃત્યુની સંખ્યા 15 પર પહોંચી છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63