ગુજરાત બોર્ડ 40 ટકા સિલેબસ ઘટાડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-07,

દિવાળી પહેલા સ્કૂલો ખૂલશે તો મિડ-ટર્મ વેકેશનમાં પણ કાપ મૂકાશે

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સ્કૂલોના અભ્યાસક્રમમાં સમયની ખોટ થઈ છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત બોર્ડના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમમાં 20થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે. ગઇકાલે ગાંધીનગર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માઘ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઇબી)ના અધિકારીઓની બેઠકમાં શાળાઓ ફરીથી ખોલવા માટેના 3 અલગ-અલગ વિકલ્પ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આમાંનો એક વિકલ્પ એ છે કે, જો સપ્ટેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો શૈક્ષણિક કેલેન્ડર અને અભ્યાસક્રમનું આયોજન તેની સાથે કરવું જોઈએ. આનાથી વર્ષ 2020-21ના વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમમાં 20%નો ઘટાડો જોવા મળી શકે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જીએસએચએસઇબીના એક સૂત્રએ જણાવ્યું કે, પજો ઓક્ટોબરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો કરવો પડશે. જ્યારે થર્ડ સિનારીયોમાં નવેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો તે સમયે અભ્યાસક્રમમાં 40% અથવા તેથી વધુનો ઘટાડો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ રોગચાળાને કારણે દેશભરની શાળાઓ માર્ચના મધ્યભાગથી બંધ છે. જો ગુજરાતમાં શાળાઓ 14 નવેમ્બરના રોજ દિવાળીના તહેવાર પહેલા ખુલશે તો મિડ-ટર્મ વેકેશનમાં પણ કાપ મૂકવો પડશે એમ સૂત્રએ જણાવ્યું હતું.

જીએસએચએસઇબીના અધ્યક્ષ અને રાજ્યના શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં શૈક્ષણિક વર્ષ 2020-21માટેની પરીક્ષાઓ લેવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ મામલે વિગતવાર અહેવાલ તૈયાર કર્યા બાદ અધિકારીઓ ફરીથી બેઠક કરશે. પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઆરઇટી) દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સિલેબસ જીસીઆરઇટી દ્વારા નક્કી કરવામાં આવે છે.

સીબીએસઇએ તાજેતરમાં જ એક જાહેરનામું બહાર પાડ્યું છે કે તે ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરશે. રાજ્ય સરકારે 2020-21 શૈક્ષણિક વર્ષથી કેન્દ્રિય શિક્ષણ પદ્ધતિ શરૂ કરવા માટે નવા નિયમો લાવ્યા હતા.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63