અનલોક-3માં ખુલી શકે છે સિનેમાઘર, અમુક શરત સાથે જોઈ શકશો ફિલ્મ

અનલોક-3માં મલ્ટિપ્લેક્સ કંપનીઓને પૂરી આશા છે કે કેન્દ્ર સરકાર સિનેમાઘરો ખોલવાની અનુમતિ આપશે. જેમાં કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-07,

દેશમાં અનલોક-3 હેઠળ મલ્ટિપ્લેક્સ સિનેમાઘરો ખુલી શકે છે. દેશની મલ્ટિપ્લેક્સ કંપનીઓને સંપૂર્ણ આશા છે કે અનલોક-3માં કેન્દ્ર સરકાર કેટલીક શરતો સાથે મલ્ટિપ્લેક્સ સિનેમાઘરો ખોલવાની અનુમતિ આપી શકે છે. જો સરકાર મલ્ટિપ્લેક્સ સિનેમાઘરો ખોલવાની અનુમતિ આપશે તો મલ્ટિપ્લેક્સ સિનેમાઘરોમાં ફિલ્મો જોવાનો અંદાજ કેટલો અલગ હશે તે વિશે જાણીએ.

આ વિશે વાત કરતા પીવીઆર પિક્ચર્સના સીઈઓ કમલ જ્ઞાનચંદાનીએ જણાવ્યું કે દેશમાં અનલોક-3માં મલ્ટિપ્લેક્સ સિનેમાઘરો ઓગસ્ટ મહિનામાં ખુલી શકે છે. એક મલ્ટિપ્લેક્સમાં એકસાથે બે સ્ક્રીન નહીં ચાલે. દરેક ફિલ્મ બાદ ઓછામાં ઓછી 15 મિનિટથી અડધા કલાકના બ્રેક બાદ બીજી ફિલ્મ શરૂ કરવામાં આવશે. તે દરમિયાન થિયેટરમાં સાફ-સફાઈ અને સેનેટાઈઝની પ્રક્રિયા કરવામાં આવશે. મલ્ટિપ્લેક્સ સિનેમાઘરોમાં તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત હશે અને પ્રવેશતી વખતે શરીરનું તાપમાન માપવામાં આવશે.

જ્યારે આઈનોક્સના સીઈઓએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે અમે એવો અલગોરિધમ તૈયાર કર્યો છે કે જેમાં બે અલગ બુકિંગ થતા સીટોની વચ્ચે અંતર રહેશે. દિવસમાં ઘણી વખત થિયેટરને સેનેટાઈઝ કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે. થિયેટરમાં પ્રવેશતા ક્યૂઆર કોડ સ્કેન કરી શકશો, દર્શકો પોતાની સીટ જોઈ અને મેનુ જોઈને ભોજન મગાવી શકે છે.

સિનેપોલીસના સીઈઓએ જણાવ્યું કે ભારતના મોટા શહેરોમાં 80 ટકા ટિકિટ ઓનલાઈન બુક થાય છે. નાના શહેરોમાં 40થી 50 ટકા ટિકિટ ઓનલાઈન બુક થાય છે. દેશમાં સરેરાશ 50 ટકા લોકો બોક્સ ઓફિસ પર ટિકિટ ખરીદવા આવે છે. હવે બોક્સ ઓફિસને કાગળમુક્ત કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં માર્ચ મહિનાથી સિનેમાઘરો બંધ છે. ફિલ્મોની મોટાભાગની કમાણી સિનેમાઘરથી થાય છે અને કોરોનાને કારણે ફિલ્મ ઉદ્યોગને માર પડ્યો છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63