મોરબીમાં કોરોના પોઝિટિવ કેસની બેવડી સદી : આજે વધુ 6 કેસ પોઝિટિવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-07,

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ વધવાનો સિલસોલો આજે પણ ચાલુ રહ્યો છે આજે સાંજે જિલ્લામાં વધુ પાંચ કેસ નોંધાયા હકુલ તા. જેમાં 4 મોરબી અને 1 કેસ ટંકારામાં નોંધાયો જયારે હળવદમાં 1 કેસ નોંધાયો હતો. આ સાથે આજના કુલ 6 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસ 203 થઈ બેવડી પુરી કરી છે. 12 લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આજે ગુરુવારે બપોરે હળવદમાં મયુરનગર રોડ પર માધાપર ચબૂતરા પાસે રહેતા 79 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે મોરબી જિલ્લામાં વધુ પાંચ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલી ઉમિયા સોસાયટીમાં બ્લોક નં. 301માં રહેતા એક જ પરિવારના 50 વર્ષના મહિલા અને 28 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મોરબીના સામાંકાંઠે આનંદ નગરમાં રહેતા 60 વર્ષના પુરુષનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ મોરબી શહેરના કાયાજી પ્લોટમાં રહેતા 67 વર્ષના મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આ ઉપરાંત અગાવ પોઝિટિવ આવેલ ટંકારાના ગજડી ગામના યુવાનની પત્ની 30 વર્ષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે આજે કુલ છ કેસ નવા નોંધાયા હતા.

જ્યારે આજે કોરોનાગ્રસ્ત પોલીસકર્મી સહિત બે દર્દીના મૃત્યુ નિપજ્યા હતા.હાલની મોરબી જિલ્લાની કોરોનાની સ્થિતિ જોઈએ તો મોરબી જિલ્લામાં કોરોનાની બેવડી સાથે કુલ કેસ 203 થઈ ગયા છે. જેમાંથી હાલ 122 લોકો રિકવર થઈ ગયા છે. અને હાલ 67 લોકોની સારવાર ચાલુ છે. જ્યારે આજના બે મોત સાથે કોરના દર્દીનો કુલ મૃત્યુ આંક 14 થયો છે.

આજે નવા છ કેસની સામે 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં 54 વર્ષના પુરુષ (દીવાનપરા, વાંકાનેર), 70 વર્ષના પુરુષ (કાયાજી પ્લોટ,મોરબી), 51 વર્ષના પુરુષ (અંકુર સોસાયટી, જીઆઇડીસી સામે, શનાળા રોડ,મોરબી), 36 વર્ષના પુરુષ (ઉમિયા સોસાયટી,મોરબી), 65 વર્ષના મહિલા (સરસ્વતી હોમ, સિલ્વર પાર્ક સોસાયટી,મોરબી), 28 વર્ષના મહિલા (વિઠ્ઠલનગર, શનાળા રોડ,મોરબી), 36 વર્ષના પુરુષ (જેતપર ગામ, મોરબી), 20 વર્ષની મહિલા (નાની બજાર,મોરબી), 35 વર્ષની મહિલા (26-માધાપર,મોરબી), 30 વર્ષના પુરુષ (બોખાની વાડી, નવલખી રોડ,મોરબી), 50 વર્ષના પુરુષ (કાયાજી પ્લોટ, મોરબી) તેમજ 54 વર્ષના મહિલા (વિઠ્ઠલનગર,શનાળારોડ,મોરબી) કોરોનામાંથી સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63