“કોરોના” બેફામ : એકજ દિવસમાં ગુજરાતમાં 1020 નવા કેસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-07,

દેશમાં કોરોનાનો કુલ આંકડો પણ 12 લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 648 લોકોના મોત નીપજ્યાં છે. જેથી દેશમાં મૃત્યુઆંક પણ 28732એ પહોંચ્યો છે. કોરોના સંક્રમિતની સંખ્યાના હિસાબે ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ પછી સૌથી વધારે મૃત્યુ પણ ભારતમાં જ થઈ રહ્યાં છે.

મંગળવારે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 1026 કેસ નોંધાયા હતા જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 1020 કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો 51476એ પહોંચી ગયો છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,33,496 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 3,31,569 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન છે અને 1,927 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 12016 થયા છે. જેમાંથી 78 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 11938 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોવિડ-19ના કારણે સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ 12, સુરતમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 3, બોટાદ તેમજ દાહોદમાં 1-1, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, મહેસાણાં તેમજ વડોદરા કોર્પોરેશનમાં પણ 1-1 મૃત્યું થતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 2229એ પહોંચ્યો છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63