દૂધને કોરોનામુક્ત રાખવા FSSAI એ ગાઇડલાઇન જારી કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-07

પ્લાસ્ટિકના પેકેડમાં મળતાં દૂધને ઘરે લાવતા સમયે અને લાવીને ઉકાળતા અને ઉપયોગ કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય. આ અંગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)તરફથી માહિતી જાહેર કરવામાં આવી છે.

એફએસએસએઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે ભલે તમે દૂધ વિક્રેતા પાસે દૂધ ખરીદો અથવા શોપથી દૂલ લઈને આવો પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે માસ્ક પહેરવું અને જેની પાસેથી દૂધ લઈ રહ્યા છો તેમણે પણ માસ્ક પહેર્યું છે કે નહીં તે ચેક કરો.

એફએસએસએઆઈએ ભારતયીય નાગરિકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે તમે ભલે દૂધ લઈ રહ્યો છો, તે સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તે ખાસ જુઓ.

જ્યારે તમે દૂધ માર્કેટમાં ઘરે લાવો છો તો તેનો તુરંત ઉપયોગ ન કરો. કિચન અથવા બાથરૂમનો નળ ચાલુ કરીને પાણીથી આ પેકેટને સારી રીતે ધોઈ નાંખો જો તમને એવું લાગે તો તમે પેકેટને સાબુથી ધોઈ શકો છો.

પેકેટ ધોયા બાદ સૌથી પહેલા તમારા હાથને ધોઈ નાંખો અને આ પેકેટને કેચીથી કાપીને કોઈ વાસણમાં બહાર કાઢી લો.

પેકેટમાં આવતું દૂધ પ્રોસેસ્ડ મિલ્ક હોય છે. તેનો ઉપયોગ તમે ઉકાળ્યા વગર પણ કરી શકો છો. પરંતુ સામાન્ય દિવસોમાં આ બાબત યોગ્ય છે પરંતુ હાલની સ્થિતિમાં તમારે દૂધ ઉકાળ્યા બાદ જ ઉપયોગ કરવું જોઈએ.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63