કોરોનાના ઈલાજના ખર્ચાથી હવે ડરશો નહીં, લોન્ચ થઈ કોરોના કવચ પૉલિસી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-07,

કોરોના હેલ્થ કવચ પૉલિસી : ઘણી વીમા કંપનીઓએ કોરોના વાયરસના ઈલાજના ખર્ચાના કવરને લઈને નાના સમયગાળા માટે કોરોના કવચ હેલ્થ વીમા પોલિસીની રજૂઆત કરી છે. વીમા નિયામક IRDAIની સમયસીમાનું પાલન કરતા વીમા કંપનીઓએ આ પગલું ભર્યું છે.

ઓછા સમય ગાળા માટેની પોલિસી : IRDAIના દિશા-નિર્દેશ અનુસાર નાના સમયગાળા માટે પોલિસી સાડા ત્રણ મહિના, સાડા છ મહિના અને સાડા નવ મહિના માટેની હોઈ શકે છે. જેમાં વીમાની રકમ 50,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની છે. નિયામક અનુસાર પ્રીમિયમની ચૂકવણી એકવખત કરવાની રહેશે અને સમગ્ર દેશમાં પ્રીમિયમની રકમ સમાન હશે.

સારવારનો ખર્ચ સામેલ : કોરોના કવચ પોલિસીની શરૂઆત કરતા HDFC ERGOએ કહ્યું કે નવી હેલ્થ વીમા પોલિસી હેઠળ સરકારી માન્યતા પ્રાપ્ત ઘરમાં તપાસ બાદ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળશે તો તેના ઈલાજમાં હોસ્પિટલમાં ભરતી થવાના મેડિકલ ખર્ચાનું વહન કરવામાં આવશે. HDFC ERGOના અનુસાર પોલિસીમાં ઘરમાં 14 દિવસની સારવારનો ખર્ચ સામેલ છે. આ તેવા લોકો માટે છે કે જેઓ પોતાના ઘરમાં જ કોરોનાનો ઈલાજ કરાવી રહ્યા છે.

આ પ્રકારની પૉલિસી : Bajaj Allianz General Insuranceએ પણ આ પ્રકારની વીમા પોલિસી રજૂ કરી છે. કંપનીના મૂળભૂત વીમા કવર માટેનું પ્રીમિયમ 447 રૂપિયાથી લઈને 5,630 રૂપિયા સુધીનું છે. જેના પર જીએસટી ચાર્જ અલગથી રહેશે. વીમાનું પ્રીમિયમ વ્યક્તિની ઉંમર, વીમા રાશિ અને સમયગાળા પર આધારિત છે.

કોરોના પૉલિસીનું પ્રીમિયમ પ્રતિસ્પર્ધી: Max Bupa Health Insurance Companyના CEOએ જણાવ્યું કે મેક્સ બુપાની કોરોના પોલિસીનું પ્રીમિયમ પ્રતિસ્પર્ધી છે. 31થી 55 વર્ષના વ્યક્તિ માટે 2.5 લાખની પોલિસીનું પ્રીમિયમ 2,200 રૂપિયા છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ પણ કોરોના કવચ પોલિસી લાવી રહી છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63