રાજ્યમાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ : કાલાવડમાં 13.1, પડધરીમાં પોણા 7 ઇંચ વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-07,

રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદની ધમાકેદાર બેટિંગમાં રાજ્યનું સૌરાષ્ટ્ર અને કચ્છ તરબતર ભીંજાયું છે. રાજ્યમાં 6 જુલાઈના રોજ સવારે 6.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યાથી સુધી 1 એમ.એમ.થી લઈને 13.1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 14 કલાકમાં સૌથી વધુ જામનગરના કાલવાડમાં અને રાજકોટના પડધરી અને જામનગરના ધ્રોલમાં વરસાદ ખાબક્યો છે.

મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતા અનેક ઠેકાણે ગામડાઓ બેટમાં તબદીલ થયા છે. રાજ્યના સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો ગાંધીનગર સ્ટેટ ઇર્મજન્સી સેન્ટરમાં નોંધાયેલા ડેટા મુજબ રાજ્યમાં કાલવાડમાં 13.1 ઇંચ, રાજકોટના પડધરીમાં પોણા 7 ઇંચ, જામગરના ધ્રોલમાં પોણા 7 ઇંચ, કચ્છના ભચાઉમાં પાંચ ઇંચ, રાજકોટ શહેરમાં પોણા પાંચ ઇંચ, જામનગરના જોડિયામાં સાડાચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હોય તેવા તાલુકામાં મોરબીના ટંકારામાં 4 ઇંચ, રાજકોટના લોધિકામાં 4.1 ઇંચ, ખંભાળીયામાં 4.1 ઇંચ, જામનગરના જોડિયામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેમાં જામનગર શહેરમાં 4 ઇંચ, જામનગરના લાપુરમાં પોણા 4 ઇંચ, જાપરાબદામાં 2.5 ઇંચ, કચ્છના ગાંધીધામમાં 2.5 ઇંચ, મોરબીના માળીયા મીયાણામાં 2.5 ઇંચ, વરસાદ વરસ્યો છે. જ્યારે ગીરગઢડામાં 2.4 ઇંચ, જામકંડોરણામાં 2.3 ઇંચ વરસાદ વરસ્યો છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63