કોરોનાને લઈને દુનિયાના વૈજ્ઞાનિકોએ WHO ને પત્ર લખી કરી ચોંકાવનારી માંગ

હવામાં રહેલા સામાન્ય કણથી પણ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-07,

ન્યૂયૉર્ક ટાઇમ્સનાં રિપોર્ટ પ્રમાણે, WHOને લખેલા પત્રમાં સાયન્ટિસ્ટે કહ્યું છે કે હવામાં રહેલા સામાન્ય કણથી પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકોને લાગે છે કે કોરોના વાયરસ હવામાં લાંબા સમય સુધી રહી શકે છે અને અનેક મીટરની સફર કરીને આસપાસનાં લોકોને સંક્રમિત કરી શકે છે. જો વૈજ્ઞાનિકોની આ વાત સત્ય છે તો બંધ રૂમમાં અથવા એવી જગ્યાઓ પર સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હશે.

કોરોના વાયરસને લઇને દુનિયાભરનાં 239 સાયન્ટિસ્ટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પત્ર લખીને ચેતવણી આપી છે. 32 દેશોનાં આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસ હવામાં રહે છે. વૈજ્ઞાનિકો આ પત્ર સાથે જોડાયેલી વાતોને આવનારા સમયમાં જર્નલમાં પ્રકાશિત કરવા ઇચ્છતા હતા, પરંતુ આ પહેલા જ મીડિયામાં આ લીક થઈ ગયું. વૈજ્ઞાનિકોએ WHOને ગાઇડલાઇન્સ બદલવાની માંગ કરી છે.

વૈજ્ઞાનિકોને પોતાની વાત પર 100 ટકા વિશ્વાસ

આવામાં સ્કૂલ, દુકાન અને આવી અન્ય જગ્યાઓ પર કામ કરનારા લોકોએ વધારે સાવધાની રાખવી જોઇએ. બસમાં યાત્રા કરવી પણ ખતરાનક થઈ શકે છે, કેમકે લગભગ 2 મીટર દૂર બેસવા પર પણ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. પત્ર લખનારા વૈજ્ઞાનિકોની ટીમમાં સામેલ ઑસ્ટ્રેલિયાની ક્વીંસલેન્ડ યૂનિવર્સિટી ઑફ ટેક્નોલોજીની પ્રોફેસર લિડીયા મોરાવસ્કાએ કહ્યું કે, ‘અમે આ વાતને લઇને 100 ટકા આશ્વસ્ત છીએ.’

WHOએ પોતાની ગાઇડલાઇન્સ બદલવી પડી શકે છે

વૈજ્ઞાનિકોનાં નવા દાવાને જોતા WHOએ પોતાની ગાઇડલાઇન્સ બદલવી પડી શકે છે. જે જગ્યાઓ પર વેન્ટિલેશન નથી ત્યાં લોકોને દૂર બેસવા ઉપરાંત અનિવાર્ય રીતે માસ્ક પહેરવા પડી શકે છે. WHO અત્યાર સુધી કહેતુ રહ્યું છે કે મુખ્ય રીતે કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિનાં કફ અથવા છીંક દરમિયાન Large Respiratory Dropletsથી જ ફેલાય છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63