ટંકારા: તા.પં. ના કમ્પાઉન્ડમાં વીજળી પડી: ઉપકરણોને ભારે નુકશાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07,

ટંકારા શહેરમાં આજે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ટંકારામાં બે વખત વીજળી પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકા પંચાયત કચેરીના કંપાઉન્ડમાં આવેલ આઇડીસીએસ કચેરીની બાજુમાં બે વખત વીજળી પડી હતી. વીજળી પડતા ઇલેક્ટ્રીક ઉપકરણોને નુકશાન થયું છે. જોકે સદભાગ્યે આ વીજળી પડવાથી કોઈ જાનહાની થઈ નથી. ત્યારે ટંકારા તાલુકા પંચાયત કચેરીની મહેસુલ શાખાએ આ બનાવ અંગે જરૂરી કાર્યવાહી કરીને આ બનાવનો અહેવાલ મોરબી જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપ્યો હતો.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63