ટંકારામાં શરૂ થયો વાંચનનો મહાયજ્ઞ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07,

ટંકારા, તા.5-7, ઘણાં લોકોને વાંચનનો શોખ હોય છે પરંતુ પુસ્તકો ખરીદી કરવાનું તેમને પરવળે તેમ હોતું નથી જેનાં કારણે આવા લોકો પોતાના વાંચનનાં શોખને લાયબ્રેરી કે પછી બીજા કોઈ માધ્યમ દ્રારા પૂરો કરતા હોય છે. પુસ્તકપ્રેમીઓની વાંચનની ભુખ સંતોષવા માટે ટંકારાનાં યુવાનો દ્રારા એક અનોખું પરબ શરૂ કરવામાં આવ્યુ.જેમાં કોઇપણ વ્યક્તિ પોતાના ઘરે રહેલું પુસ્તક આપી શકે અને વાંચકો વિનામૂલ્યે પોતાને ગમતું પુસ્તક મેળવીને તેનુ વાંચન કરી શકે છે. ટંકારાનાં લોકોમાં વાંચનરસ જગાડવા તેમજ સાહિત્ય અને વાંચનક્ષેત્રમાં લોકોને સમૃદ્ધ બનાવવાં માટેની નેમ પુસ્તક પરબ ટંકારાની ટીમ દ્રારા લેવામાં આવી છે.આ પુસ્તક પરબની શરૂઆતથી જ 500 જેટલાં વૈવિધ્યપુર્ણ પુસ્તકો રાખવામાં આવ્યાં હતાં. જેમાં મોટી સંખ્યામાં બાળકો,યુવાનો,વડીલો પુસ્તક પરબની મુલાકાતે આવ્યાં હતાં. ટંકારાનાં લોકો દ્રારા આ સેવાકીય પ્રવૃત્તિને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પુસ્તક પરબ કુમાર તાલુકા શાળા-ટંકારા ખાતે દર મહિનાનાં પહેલા રવિવારે સવારે 8:30 થી 11:30 સુધી યોજવામાં આવશે.આ પરબને સફળ બનાવવાં માટે પુસ્તક પરબ ટીમનાં સભ્યો કલ્પેશભાઈ ફેફર, રાકેશભાઇ ફેફર,પરેશભાઈ નમેરા, ધવલભાઈ ભીમાણી, મહર્ષિભાઇ પંડ્યા, ગીતાબેન સાંચલા, નીપાબેન મેંદપરા અને પૂજાબેન મેંદપરા દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને ટંકારાનાં દાતાશ્રીઓ નો તેમજ યુવાનોનો સાથ સહકાર મળ્યો હતો અને ભવિષ્યમાં પણ પુસ્તક પરબ વધું વેગવંતુ બને એવી પુસ્તક પરબ ટીમ દ્રારા આશા વ્યકત કરવામાં આવી છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63