તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો આ વાત, નહિ તો આપવો પડશે ભારે ટેક્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07,

જો આપ ભારતીય સ્ટેટ બેંક (SBI)નાં ગ્રાહક છો અને એક વર્ષમાં આપનાં અકાઉન્ટમાંથી 20 લાખ રૂપિયાની રોકડ જાય છે તો આ ખબર વાંચવી તમારા માટે અત્યંત જરૂરી છે. આવી સ્થિતિમાં SBIનાં ટેક્સથી બચવા માટે ખાસ ઉપાય છે. દેશની સૌથી મોટી બેંક તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે આ સ્થિતિમાં કેવી રીતે TDS (TDS-Tax Deducted at Source)થી કેવી રીતે બચી શકાય છે. તે માટે આપે બસ ત્રણ સ્ટેપ્સ ફોલો કરવાનાં રહેશે

જો ગત ત્રણ વર્ષમાં કોઇ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં ન આવ્યું હોય અને જો વાર્ષિક 20 લાખ કે તેથી વધુની રોકડ નિકાસ કરવામાં આવે છે તો સેક્સન 194N હેઠળ TDS કાપવામાં આવી શકે છે. SBIએ તેનાં અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ વિશે માહિતી આપી છે. આવો જાણીએ આ વિશે.

1. સૌથી પહેલાં આપે બેંકમાં આપનાં પેન કાર્ડની ડિટેલ્સ જમા કરાવવાની રહેશે જો પહેલેથી જ આપનાં પેન કાર્ડની ડિટેલ્સ (PAN Card Details) આપી છે તો બીજી વખત આપવાની જરૂર નથી.

2. પેન કાર્ડ ન હોવાને કાણે ટેક્સ ચૂકવણી વધી જાય છે.

3. બેંકને આપનાં ઇનકમ ટેક્સ રિટર્નની ડિટેઇલ્સ આપવાની રહેશે.

જો આપે ગત 3 વર્ષમાં એક વખત પણ ઇનકમ ટેક્સ રિટર્ન નતી ભર્યુ તો 1 જુલાઇ 2020થી આપને આ દર પર વ્યાજ ચુકવવાનું રહેશે.

1. વાર્ષિક 20 લાખ રૂપિયાનાં કેશ વિડ્રોઅલ કરો છો તો પેન જમા કરવાની કે ન કરવાની સ્થિતિમાં કોઇ વ્યાજ નહીં આપવું પડે.

2. જો 20 લાખ 1 રૂપિયાથી લઇને 1 કરોડ રૂપિયા સુધીનાં કેશ વિડ્રોલ કરો છો તો પેન કાર્ડ ડિટેઇલ્સ જમા કરવાની રહેશે અને 2 ટકા ટેક્સ કટ થશે. પેન ડિટેઇલ્સ નહીં જમા કરવાની સ્થિતિમાં 20 ટકા TDS આપવું પડશે.

3. જો કોઇ વ્યક્તિએ 1 કરોડ રૂપિયાથી વધુ કેશ વિડ્રોલ કર્યુ તો પેન કાર્ડ ડિટેઇલ્સ જમા છે તો 5 ટકા TDS આપવું પડશે. જો પેન કાર્ડ ડિટેઇલ્સ નહીં જમા થાય તો 20 ટકા TDS આપવાનું રહેશે.

SBIએ એમ પણ જણાવ્યું કે, જે ગ્રાહકોએ ગત 3 વર્ષમાંથી કોઇપણ વર્ષ ઇનકમ ટેક્સ રિટર્ન નથી ભર્યુ તો તેમની 1 કરોડ રૂપિયાથી વધુની નિકાસ પર 2 ટકાથી વધુનાં દર પર ટેક્સ કાપવામાં આવશે.

આવા જ વધુ ન્યુઝ આપના મોબાઈલ પર મેળવવા વોટ્સએપ ગ્રુપ જોઈન કરો,

https://chat.whatsapp.com/CDMQu7UxVQm44b68JJNYZt

લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ સૌથી પહેલા ન્યુઝ ટેલિગ્રામ ચેનલ પર અપડેટ કરવામાં આવે છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા (ગુગલ પ્લે સ્ટોર પરથી – Telegram એપ ઇન્સટોલ કરી) ટેલિગ્રામ પર તમારી પસંદની ચેનલ “Divyakrantinews Official Telegram Channel” સર્ચ કરી જોઈન કરી લેશો।

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63