રાજ્યના 37 તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં છેલ્લા 26 કલાકમાં પોણા 7 ઇંચ પડ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07,

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં શરૂ છે. સવારે 6.00 વાગ્યાથી રાજ્યનાં સૌરાષ્ટ્રના 35 અને દક્ષિણ ગુજરાતના 2 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સવારે 6.00થી 8.00માં 40 એમ.એમ. વરસાદ નોંધાયો છે.

સવારે 6થી8 વાગ્યા સુધીમાં નોંધાયેલા રાજ્યના આંકડા મુજબ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 40 એમ.એમ. અમરેલીના ધારીમાં 39 એમ.એમ. ખાંભામાં 37 એમ.એમ., જૂનાગઢના મેદરડામાં 18 એમ.એમ. ભાવનગરના મહુવામાં 15 એમ.એમ. જાફરાબાદમાં 13 એમ.એમ. બોટાદના રાણપુરમાં 13 એમ.એમ. જૂનાગઢના માંગરોળમાં 10 એમ.એમ. બોટાદ શહેરમાં 9 એમ.એમ, ગીરગઢડામાં 9 એમ.એમ, વરસાદ નોંધાયા છે. તો 26 તાલુકામાં 1થી8 એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો છે. આમ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી રહ્યા છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63