ચીનને સબક શીખડાવવા મોરબીના ઉદ્યોગપતિઓનો એક્શન પ્લાન તૈયાર : આત્મનિર્ભર ભારત અભિયાન વેગવંતુ બનશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-07,

ભારતના ૨૦ વીર જવાનોની શહાદત બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ અને ગુસ્સો છે તો બીજી તરફ ચીનનો બહિષ્કાર પણ સૌ કોઈ કરી રહ્યા છે ત્યારે મોરબીના ઘડિયાળ ઉદ્યોગે પણ આત્મનિર્ભર બનીને ચીનની આયાત બંધ કરી ચીનને સબક શીખવવાનો આવકારદાયક નિર્ણય લીધો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને મજબુત કરવા તેમજ ચીનથી આવતા અબજો રૂપિયાના માલની આયાત બંધ કરવા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિએ પહેલ કરી છે મોરબીના ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલના નેતૃત્વમાં ઘડિયાળ ઉદ્યોગે ચીનની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે અને આ વિચારને ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલ ૧૫૦ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્વીકારી લઈને બધા સાથે આવ્યા છે અને સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે

        આ સંગઠન દેશની સરકાર દેશના દરેક ઈમ્પોર્ટર અને દેશની મલ્ટીનેશનલ કંપનીઓને અપીલ કરે છે કે ચીનથી ડાયરેક્ટ કમ્પલીટ ફીનીશ પ્રોડક્ટ ઈમ્પોર્ટ કરવાને બદલે મોરબીનો સંપર્ક કરો ચાઈના જેવી જ વસ્તુ તેનાથી સારી ક્વોલીટી અને સારા રેટમાં મોરબીમાં તૈયાર કરી આપશું

        આ અદભુત અભિયાન અંગે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબીના ઉદ્યોગપતિઓ પાસે પ્લાસ્ટિક આઈટમ, ઇલેક્ટ્રિક આઈટમ, મેન્યુફેકચરીંગનો ૫૦ વર્ષથી વધુનો અનુભવ છે પ્રોડક્ટ ડીઝાઇનથી માંડીને પેકિંગ સુધીની તમામે તમામ ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં ઉપલબ્ધ છે આમ ચીનથી આયાત બંધ કરી દેશમાં જ અકલ્પનીય રોજગારીનું સર્જન થશે અભિયાન જયસુખભાઈ પટેલે કેન્દ્ર સરકાર તેમજ અનેક મલ્ટીનેશનલ કંપનીઓ અને દેશના ઈમ્પોર્ટરો સાથે કમ્યુનિકેશન કરીને શરુ કર્યું છે  

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63