ટૂંક સમયમાં શરુ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-07,

ભારત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે અમેરિકા (US), કેનેડા (Canada)ની સાથોસાથ યૂરોપ (Europe) અને ગલ્ફ દેશો (Gulf Countries)ની સાથે વાતચીતની પ્રક્રિયામાં છે. આ દેશો સાથે દ્વિપક્ષીય સમજૂતીના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેનાથી તેમની એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય ઉડાનો ફરી શરૂ કરવાની મંજૂરી મળી શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના ચેરમેન અરવિંદ સિંહે આ જાણકારી આપી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 23 જૂને કહ્યું હતું કે ભારત અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સની સાથે દ્વિપક્ષીય વ્યવસ્થા કરવાના પ્રયાસમાં છે.

આવી વ્યવસ્થાને વ્યક્તિગત દ્વિપક્ષીય બબલ કહેવામાં આવે છે, જેમાં બે દેશની એરલાઇન્સ એક-બીજાને ત્યાં આવતી-જતી ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. અરવિંદ સિંહે જણાવ્યું કે ગુરુવારે ઉડ્ડયન મંત્રાલયમાં એક અગત્યની વ્યક્તિ સાથે વાત થઈ, જે આ દેશો સાથે વાતચીત કરી રહી છે. તેઓએ જણાવ્યું કે અમે સતત સંપર્કમાં છીએ. અમારો પ્રયાસ એ વાત પર સહમતિ કાયમ કરવાનો છે કે જેનાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો માર્ગ મોકળો થાય

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63