(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-06,
કોરોના કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) સોમવારે છઠ્ઠી વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમે કહ્યું હતું કે સમયથી કરેલા લૉકડાઉને ભારતમાં લાખો જીવન બચાવ્યા છે. 80 કરોડ લોકોને નવેમ્બર સુધી મફત અનાજ મળશે તેવી પણ જાહેરાત કરી છે
– આપણા દેશનો અન્ન ભંડાર ભરેલો છે જેથી આજે ગરીબનો ચૂલ્હો ચાલી રહ્યો છે. તમે ઇમાનદારીથી ટેક્સ ભર્યો છે, તમારી ફરજ નિભાવી છે જેથી આજે દેશનો ગરીબ સંકટથી મુકાબલો કરી રહ્યો છે. દરેક ખેડૂત અને કરદાતાને ધન્યવાદ પાઠવું છું. આવનાર સમયમાં આપણે પોતાના પ્રયત્નોને તેજ કરીશું. : PM મોદી
– આખા દેશમાં એક રાશનકાર્ડ પર કામ કરવામાં આવશે. જો સરકાર બધાને રાશન આપી રહી છે તેની ક્રેડીટ અન્નદાતા ખેડૂત અને બીજુ ઇમાનદાર ટેક્સપેયરને જાય છે : PM મોદી
– દરેક પરિવારને દર મહિને પાંચ કિલો ઘઉ કે ચોખા અને એક કિલો ચણા આપવામાં આવશે. જેમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થશે. છેલ્લા મહિનાના ખર્ચને પણ જોડવામાં આવે તો લગભગ 1.5 લાખ કરોડ થઈ જાય છે : PM મોદી
– આ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાહેરાત કરી રહ્યો છું. વર્ષા ઋતુ પછી કૃષિ ક્ષેત્રમાં વધારે કામ હોય છે. જુલાઈથી ધીરે-ધીરે તહેવારોનો પણ માહોલ બને છે. શ્રાવણ શરુ થવાનો છે. રક્ષાબંધન આવશે. કૃષ્ણ જન્માષ્ટમી આવશે. તહેવારોના સમયે ખર્ચ પણ વધે છે. જેથી નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે દિવાળી અને છઠ પૂજા સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી કરી દેવામાં આવી છે: PM મોદી
– કોરોનાથી લડતા ભારતમાં 80 કરોડ લોકોને ત્રણ મહિનાનુ રાશન મફત આપવામાં આવ્યું છે. આ સમયે પ્રત્યેક પરિવારને દર મહિને એક કિલો દાળ પણ આપવામાં આવી છે. એક તરફ જોવા જઈએ તો અમેરિકાની કુલ સંખ્યાથી અઢી ગણા વધારે લોકોને, બ્રિટનની જનસંખ્યાથી 12 ગણા વધારે લોકોને અને યૂરોપિયન યૂનિયનની વસ્તીથી વધારે લોકોને સરકારે મફત અનાજ આપ્યું છે: PM મોદી
– જે લોકો નિયમોનું પાલન કરી રહ્યા નથી તેમને રોકવા પડશે અને સમજાવવા પડશે. તમે ન્યૂઝમાં જોયું હશે કે એક દેશના પ્રધાનમંત્રી પર 13 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કારણ કે તે સાર્વજનિક સ્થળ પર માસ્ક પહેર્યા વગર ગયા હતા. ભારતમાં પણ સ્થાનીય પ્રશાસને આવી કડકાઈથી કામ કરવું જોઈએ : PM મોદી
– લૉકડાઉન દરમિયાન ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. હવે દેશના નાગરિકોને ફરીથી તે જ રીતે સર્તકતા દેખાડવાની જરૂર છે: PM મોદી
– જ્યારથી અનલૉક શરૂ થયું છે લોકોમાં લાપરવાહી વધી ગઈ છે. પહેલા આપણે ઘણા સર્તક હતા પણ આજે વધારે સર્તકતાની જરૂર છે તો લાપરવાહી વધવી ચિંતાનું કારણ છે: PM મોદી
કોરોના સામે લડતા-લડતા હવે આપણે અનલૉક -2માં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે તે મોસમમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ, જેમાં શરદી, ઉધરસ, તાવ આવે છે. આ મામલા વધી જાય છે. આવામાં બધા દેશવાસીઓને પ્રાર્થના છે કે આવા સમયમાં પોતાનું ધ્યાન રાખે : PM મોદી
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63