મહાનગર પાલિકા-પંચાયતોની ચૂંટણી પાછી નહિ ઠેલાય : ચૂંટણી પંચ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-06,

કોરોના સંકટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવા પ્રયોગ સાથે મતદાન કરાશે

બે મહિનામાં સીમાંકન પુરૂ થતાં ચૂંટણી પંચ ચૂંટણી કરવા તૈયાર

ટૂંક સમયમાં મતદારયાદીનો કાર્યક્રમ પણ જાહેર કરાશે

રાજ્યની તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીઓ સમયસર થશે. ચુંટણીપંચ દ્વારા અત્યારથી જ ચુંટણીઓની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

તમામ ચિંતાઓ અને અટકળોને આરામ આપતા રાજ્ય ચૂંટણી પંચે કહ્યું છે કે નવેમ્બરમાં શેડ્યૂલ મુજબ શહેરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને પંચે એમ પણ કહ્યું હતું કે મતદાન યોજવા માટે તમામ જરૂરી સાવચેતી રાખવી પડશે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર – છ મહાનગર પાલિકા, 56 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત અને 200 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગના સેક્રેટરી અને પ્રવક્તા એમ વી જોશીએ કહ્યું કે, નવેમ્બરમાં શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવા માટે આયોગ સંપૂર્ણ રીતે તૈયાર છે. કોરોનાના કારણે ચુંટણી પાછળ ઠેલવાનો કોઈ વિચાર નથી.

ચૂંટણી પંચે નવેમ્બરમાં સ્થાનિક બોડીની ચૂંટણીઓ યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે તાજેતરમાં વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ક્ષેત્રફળમાં ઉમેર્યા છે, તેથી અમે જરૂરી વોર્ડ સીમાંકન પ્રક્રિયા શરૂ કરી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે જો રાજ્ય સરકાર સમયસર જરૂરી સૂચનાઓ આપે તો બે મહિનાની અંદર અમે સીમાંકન પૂર્ણ કરી દેશું.

સલામતીની સાવચેતી અંગે જોશીએ જણાવ્યું હતું કે રોગચાળાની પરિસ્થિતિમાં સલામતીના પાસાઓ અંગે જુદા જુદા હોદ્દેદારો અને જિલ્લા અધિકારીઓ સાથે પરામર્શ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીના સમયે કંટેનમેન્ટ વિસ્તારોમાં ચૂંટણી વ્યવસ્થા કરવા માટે વિગતવાર યોજના તૈયાર કરવામાં આવશે. અમે ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ વિધાનસભા બેઠકની બાયપોલો માટે લેવામાં આવતા પગલાઓનો પણ અભ્યાસ કરીશું અને સ્થાનિક ચૂંટણીઓમાં આવા તમામ પગલાં અપનાવીશું.

મતદારયાદી વિશેના પ્રશ્નના જવાબમાં અધિકારીએ કહ્યું કે રાજ્ય ચૂંટણી પંચ નવેમ્બરની ચૂંટણી માટે વિધાનસભાની ચૂંટણી મતદારયાદી જાહેર કરવામાં આવશે. તેમ છતાં, સીમાંકન પછી, કેટલાક ગ્રામીણ મતદારો શહેરી મતદારો તરીકે ગણાશે અને તે મુજબ ગોઠવણો કરવામાં આવશે જણાવ્યું હતું.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63