મોરબી: પાડા પુલ નીચે યુવાનની લાશ મળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-06,

બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના પાડા પુલ નીચે વહેતી મચ્છુ નદીમાં અજાણ્યો પુરુષ ડૂબી ગયો હોવાની જાણ થતા મોરબી ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્યા જઈને શોધખોળ હાથ ધરી હતી અને ફાયર બ્રિગ્રેડના સ્ટાફે નદીમાં શોધખોળ કરીને અંતે લાશ બહાર કાઢીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્રીમદ રાજનગર સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષીય નટુભાઈ વિનોદભાઈ પિત્રોડા હોય તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ યુવાન ગત તા.૧૫ના રોજ પોતાનું બાઇકને લઈને કોઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો જેની આજે લાશ મળતા ચકચાર મચી જવા પામી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63