હવે ગંધ અને સ્વાદ મહેસૂસ ન થવો પણ કોરોના વાયરસનાં લક્ષણો ગણાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-6,

કેન્દ્રએ સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલાં એક્સપર્ટનાં કામનાં ડોક્યુમેન્ટમાં આ બંને લક્ષણોને એડ કર્યાં છે. અગાઉ સરકારની લિસ્ટમાં કોરોનાનાં નવ લક્ષણો હતા. જેમાં તાવ, કફ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં ખારાશ, ડાયેરિયા જેવા લક્ષણો સામેલ હતા. હવે તેમાં સ્વાદ કે ગંધ મહેસુસ ના થવી પણ કોરોનાના લક્ષણ ગણાશે,  સ્વાસ્થ્ય મંત્રાલયે આ લિસ્ટ મારફતે કહ્યું છે કે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિને કોરોના ત્યારે જ ફેલાઈ છે, જ્યારે કોઈ કોઈની પાસે સંપર્કમાં આવે છે. મુખ્ય રીતે રેસ્પિરેટ્રી ડ્રોપલેટ્સ મારફતે. અને આ ડ્રોપલેટ્સ ત્યારે નીકળે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખાંસી ખાતા, છીંક કે પછી વાત કરે છે.   આ ડ્રોપલેટ્સ જમીનની સપાટી પર પણ થઈ શકે છે, જ્યાં આ વાયરસ અમુક સમય માટે સક્રિય રહી શકે છે. જે લોકો ડાયાબિટિસ, હાયપરટેન્શન અને હૃદયની બીમારીઓથી પીડાય છે, તેઓને પણ આ ઈન્ફેક્શનનો વધારે ખતરો છે. કેન્દ્રએ આ ઉપરાંત કહ્યું છે કે, કોરોનાને લઈ થેરેપી ઉપર પણ કામ કરી રહી છે. જ્યારે સમગ્ર દુનિયામાં અત્યાર સુધી વેક્સિન પણ બની શકી નથી.  

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63