મોટા ઉપાડે “આત્મનિર્ભર યોજના”ની ગુલબાંગ : પરંતુ બેન્કોએ વેપારીઓને ફોર્મ આપવાનું જ બંધ કરી દીધુ

સહકારી બેંકોને લૉન ધારકો લૉન પરત કરશે કે કેમ તેને લઈ આશંકિત હોવાથી ફોર્મ આપતી નથી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-6,

કોરોનાની મહામારીને રોકવા માટે લોકડાઉનનો સમગ્ર દેશમાં અમલ કરાયો હતો. જેને પરિણામે સમગ્ર રાજ્યના ઉદ્યોગ ધંધાને અસર થઈ હતી. જેને ઉગારવા માટે રાજ્ય સરકારે 14 હજાર કરોડનું આર્થિક સહાય પેકેજ જાહેર કર્યું હતું. જેમાં નાના વ્યવસાયકારોને 25 હજારથી 1 લાખ રૂપિયાની લૉન સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટીઓના માધ્યમથી આપવામાં આવશે.

રાજ્યમાં સહકારી બેંકો દ્વારા માત્ર 2 ટકાના નજીવા દરે નાના વ્યવસાયકારો અને નોકરિયાતો માટે 25 હજારથી લઈ 1 લાખ રૂપિયાની લૉન આપવામાં આવશે, તેવી જાહેરાત સરકાર દ્વારા કરાઈ હતી. એટલું જ નહીં જામીન વગર લૉન મળશે. જાહેરાત બાદ .મોટી આશાઓ સાથે લોકોએ રાજ્યની સહકારી બેંકોમાં વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી. એડીસી બેન્કની 200 જેટલી બ્રાન્ચ દ્વારા 36 હજાર જેટલા ફોર્મનું વિતરણ કરાયું છે. મહત્વની વાત તો એ છે કે, સહકારી બેંકોએ બહાર પાડેલ ફોર્મમાં મિલકત ધરાવતા બે જામીનદારો, પે સ્લીપ, પાન કાર્ડ, આધાર કાર્ડ સહિત આવકના પુરાવાઓ માંગ્યા હતા.

આત્મનિર્ભર યોજનાના ફોર્મ મળતા ન હોવા બાબતે ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક અને એડીસી બેન્કના ચેરમેનને પૂછતાં તેમણે આ બાબતે જવાબ આપ્યો ન હતો. આ ઉપરાંત રાજ્યની સહકારી બેંકોએ કેટલા ફોર્મનું વિતરણ કર્યું કેટલા લોકોના ફોર્મ પરત આપ્યા કેટલા લોકોને લૉન આપી સહિતના પ્રશ્નો બાબતે પૂછતાં તેમણે કહ્યું સરકાર જવાબ આપશે મને કંઈ ખબર નથી. ત્યારે નોંધનીય છે કે, 31 ઓગસ્ટ સુધીમાં આત્મનિર્ભર યોજનાના ફોર્મ ભરીને પરત કરવાની અંતિમ તારીખ છે, પણ અત્યારથી જ સહકારી બેંકોએ નાના વ્યસાયકારોને લૉન ના આપવી પડે તે માટે ફોર્મ આપવાનું બંધ કરી દીધું છે. જેનો બેન્કના ચેરમેનપાસે જવાબ નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63