વીજ બિલમાં PGVCL પર માછલાં ધોવાયાં : નાણાં પરત અપાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06,

લોકડાઉનમાં રાજયસરકાર દ્વારા વીજબિલ ગ્રાહકોને રાહત આપ્યા બાદ પણ પીજીવીસીએલ તંત્ર દ્વારા તોતીંગ વીજબિલ ફટકારવામાં આવ્યા હોવાની વ્યાપક ફરીયાદ બાદ તંત્રએ પારોઠના પગલાં ભર્યા છે અને જે ગ્રાહકોને તોતીંગ બિલ મળ્યા છે તેના નાણાં આવતા બિલમાં મજરે આપવાની જાહેરાત કરાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છના 55 લાખ જેટલા ગ્રાહકોને 4-4 મહિનાના બિલ એકસાથે ફટકારવામાં આવ્યા છે. ગ્રાહકોને બે મહિનાના સરેરાશ કરતા 3 થી 4 ગણા બિલ ફટકારવામાં આવ્યા હોવાની વ્યાપક ફરીયાદ બાદ જબરો ઉહાપોહ મચી ગયો છે ત્યારે પીજીવીસીએલના સત્તાવાર સુત્રોએ એવો દાવો કર્યો છે કે એકપણ ગ્રાહકને ઓવર બિલ ફટકારવામાં આવ્યું નથી. મોટાભાગના ગ્રાહકોને સરેરાશ બિલ કરતા ત્રણ ગણા બિલ મળ્યા હોવાની ફરીયાદ મળતા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન એકપણ ગ્રાહકને ખોટું બિલ ફટકારવામાં આવ્યું ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીજીવીસીએલના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે બિલ માટેની વીજકંપનીની જીપીઆરએસ સીસ્ટમ કાર્યરત છે. તેમાં જે કોઇ વીજ ગ્રાહકનું ગત મહિનાનો વપરશ અને ચાલુ મહિનામાં કેટલા યુનિટનો વપરાશ થયો છે તે ઓટો જનરેટ સીસ્ટમ છે. જો મીટર રીડર દ્વારા ભુલથી પણ ખોટા યુનિટ દર્શાવાયા હોય તો જીપીઆરેએસ સીસ્ટમમાં ઓટો કેલ્ક્યુલેટ થાય છે. આમ એકપણ ગ્રાહકને કોમ્પ્યુટર સીસ્ટમ મુજબ ઓવર બિલ આપવામાં આવ્યું નથી. કોરોના વાયરસના કારણે રાજય સરકાર   દ્વારા 60 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. 60 દિવસ દરમ્યાન પ્રત્યેક ઘરમાં સરેરાશ કરતા વધુ વીજળીનો ઉપયોગ થયો છે તે વાસ્તવીક છે આથી રાજય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં બે મહિનાનું ફ્યુઅલ અને ફીક્સ ચાર્જ નાબુદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બે મહિના સુધી લોકો ઘરમાં કેદ હોવાથી તેમજ સરકારી કચેરી પણ બંધ હોવાથી વીજબિલ બની શક્યા ન હતા ત્યાર બાદ છુટછાટ આપવામાં આવતા વીજ કચેરીના મીટર રીડરો દ્વારા બિલ તૈયાર કરવામાં આવ્યા હતા. જે બિલ 4 મહિનાના હોવાથી વીજ ગ્રાહકોમાં દેકારો બોલી ગયો છે.

સરકારનો પરિપત્ર હજુ મળ્યો નથી: રાજય સરકાર દ્વારા પીજીવીસીએલ સહિત ચારેય વીજ કંપનીમાં 100 યુનિટ વીજ માફીની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી રાજય સરકાર દ્વારા તેનો પરીપત્ર કરવામાં આવ્યો નથી અને તે પરીપત્ર વીજ કચેરીને મળ્યો ન હોવાથી 100 યુનિટના વપરાશના નાણાં ગ્રાહકો પાસેથી વસુલ કરવામાં આવ્યા છે.

હજુ સુધી એકપણ કનેકશન કાપવામાં આવ્યું નથી : પીજીવીસીએલના સુત્રોએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા વીજ બિલમાં ફ્યુઅલ અને ફીક્સ ચાર્જની રાહત આપવામાં આવી છે. એટલું જ નહીં એપ્રીલ અને મે મહિનામાં વીજ બિલ નહીં ભરનાર ગ્રાહકોના તા.31/5 સુધી કનેકશન નહીં કાપવાની પણ સરકાર દ્વારા આપવામાં આવી હતી. આથી બિલ નહીં ભરનાર હજુ સુધી એકપણ ગ્રાહકોના કનેકશન કાપવામાં આવ્યા નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63