અનલોક-1.0 : કાલથી રાજ્યમાં ખુલશે મોલ્સ અને ધાર્મિક સ્થળો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-6, રવિવાર

દેશભરમાં 31 મે બાદ લગાવવામાં આવેલા Unlock 1.0માં 8 જૂન એટલે કે આવતીકાલથી મંદિર, મસ્જીદ, મોલ વગેરે ખુલશે. મંદિર, મસ્જીદ અને મોલ્સ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પરંતુ આ જગ્યાઓ પર જવાનો અનુભવ હાલમાં કઈંક અલગ જ રહેશે. હવે ધાર્મિક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત હશે. અલગ-અલગ રાજ્યોએ ધાર્મિક સ્થાનો અને મોલ્સ ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સંક્રમણ ફેલવાના ખતરાને જોતા માત્ર રેકોર્ડ કરવામાં આવેલા ભક્તિ સંગીત અથવા ગીત વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. સમૂહમાં ગીત-ભજનની મંજૂરી નહીં હોય. ધાર્મિક સ્થળો માટે જાહેર કરી છે ગાઈડલાઈન – સોશિયલ ડિસ્ટન્સ સુનિશ્ચિત કરવા માટે પરિસરોમાં લોકોને લાઈનમાં ઉભા રહેવા નિશાન બનાવવા – પ્રવેશ અને બહાર જવા માટે યથા સંભવ અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવે. – લાઈનોમાં તમામ વ્યક્તિ એક-બીજાથી ઓછામાં ઓછિુ 6 ફૂટનું અંતર રાખશે – ધાર્મિક સ્થળની અંદર કોઈ પણ પ્રકારના પ્રસાદ વિતરણ અથવા પવિત્ર જળના છંટકાવની મંજૂરી નહીં. શ્રદ્ધાળુ અને પૂજારી એક-બીજાને સ્પર્શ નહીં કરે.   – પરિસરમાં શૌચાલય, હાથ-પગ ધોવાના સ્થાનો પર સ્વચ્છતાનો વિશેષ ઉપાય કરવો પડશે. પરિસરમાં ફર્શને પણ વિશેષ રીતે અનેક વખત સાફ કરવાનું રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63