સરકારી એપ DigiLockerમાં સામે આવી ખામી, યૂઝર્સનો ડેટા જોખમમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-6,

ડિજિલોકર( Digilocker)ના ઓથેન્ટિકેશનમાં એક ખામી સામે આવી છે જેના કારણે કરોડો યૂઝર્સના ડેટા પર જોખમ તોળાઈ રહ્યું છે. ડિજિલોકર સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી ઓનલાઈન સર્વિસ છે. જેના પર ડોક્યુમેન્ટસને ડિજિટલી સ્ટોર કરી શકાય છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ડિજિલોકરના સાઈન-ઈન પ્રોસેસમાં ખામી છે. જેમાંથી હેકર્સ ટૂ સ્ટેપ ઓથેન્ટિકેશનને બાયપાસ કરી શકે છે. જેનાથી યૂઝર્સને ડેટાનો એક્સેસ મળી જાય છે. આ ખામીને હાલ દૂર કરવામાં આવી છે. સરકારની આ ઓનલાઈન સર્વિસને 3.84 કરોડથી વધારે યૂઝર્સ ઉપયોગ કરી રહ્યા છે. સાઈન ઈન પ્રોસેસમાં આવેલી મુશ્કેલીને કારણે તેના ડેટા પર જોખમ હતું. સિક્ટોરિટી રિસર્ચર આશીષ ગહલોતના રિસર્ચમાં આ ખામી સામે આવી છે.   ડિજિલોકરમાં શું હતી ખામી? સિક્યોરિટી રિસર્ચર આશીષ ગહલોતે પોતાના રિસર્ચમાં જણાવ્યું કે ડિજિલોકર સિસ્ટમનું એનાલિસિસ કરતા સમયે આ ખામી સામે આવી. તેમણે જણાવ્યું કે સર્વિસનું ડિફોલ્ડ મિકેનિઝમ લોગ-ઈન માટે વન ટાઈમ પાસવર્ડ અને પિન માંગે છે. આશીષઆ સમગ્ર પ્રોસેસને બાયપાસ કરવામાં સફળ રહ્યા. તેના માટે આધાર નંબર લિંક કરીને ડિજિલોકરના કનેક્શનને ઈન્ટરસેપ્ટ કરી પેરામીટર્સ બદલવામાં આવ્યા હતા. રિસર્ચરે પોતાની એક પોસ્ટ મારફતે આ માહિતી આપી. આ અંગે ડિજિલોકરની ટીમને માહિતી આપવામાં આવી હતી. ટીમે સોમવારે આ ખામી દૂર કરી લીધી છે. હવે આ સર્વિસ યૂઝર્સ માટે પહેલા જેટલી જ સુરક્ષિત છે.  

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63