અનલોક-1: ફરીથી ધબકશે ભારત, શું મળશે છૂટછાટ જાણો સંપૂર્ણ વિગત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-5,

લોકડાઉનનો ચોથો તબક્કો 31મી મે એટલે કે રવિવારે સમાપ્ત થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે જે અંતર્ગત સમગ્ર દેશમાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં લોકડાઉન 30 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તબક્કાવાર પ્રતિબંધો ઉઠાવીને છૂટછાટ આપવામાં આવશે. નવી ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બહાર તમામ પ્રવૃત્તિઓને આગામી એક મહિનામાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ફેઝ-1: પ્રથમ તબક્કામાં 8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટેના જાહેર સ્થળો, હોટલો, રેસ્ટોરન્ટો અને મોલ ખોલવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટાલિટી સેવાઓ પણ શરૂ થશે. આ માટે સરકાર સંબંધીત મંત્રાલયો અને અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા-વિચારણા કરીને ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની શરતે ગાઈડલાઈન્સ બહાર પાડશે. ફેઝ-2: સ્કૂલો, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રેનિંગ અને કોચિંગ ઈન્સ્ટિટ્યુશન્સ વગેરે બીજા તબક્કામાં ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે પરંતુ તે પહેલા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ચર્ચા કરવામાં આવશે. વાલીઓ સહિત આ સાથે સંકળાયેલા તમામ લોકોના ફિડબેક લીધા બાદ જ જૂલાઈમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.   ફેઝ-3: પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ પેસેન્જર્સ માટે ઈન્ટરનેશનલ ટ્રાવેલ શરૂ કરવા તથા મેટ્રો રેલ, સિનામા ઘરો, જીમ, સ્વિમિંગ પૂલ્સ, એન્ટરટેઈન્મેન્ટ પાર્ક વગેરેને ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.   મોટા અને જાહેર કાર્યક્રમોના આયોજન અંગે નિર્ણય પછીથી લેવાશે સામાજિક, રાજકિય, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો તથા અન્ય મોટા કાર્યક્રમોના ફરીથી આયોજન કરવાનો નિર્ણય પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ જ લેવામાં આવશે.   એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા મંજૂરીની જરૂર નહીં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે મુસાફરો તથા માલ-સામાનને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા તથા રાજ્યની અંદર પણ ગમે ત્યાં જવાની છૂટ આપવામાં આવી છે. તેના માટે કોઈ જાતની મંજૂરી, એપ્રુવલ કે ઈ-પરમિટની જરૂર પડશે નહીં. જોકે, કર્ફ્યુ જારી રહેશે પરંતુ તેના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જીવન જરૂરી પ્રવૃત્તિઓ સિવાય દેશભરમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63