લોકડાઉનના નિયમોના કારણે સૌરાષ્ટ્રના વેપારીઓ બપોરના સુવાનું ભૂલી ગયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-5,

કોરોના વાયરસ લૉકડાઉને રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના લોકોની પરંપરાગત લાઈફસ્ટાઈલ તથા વેપારમાં બહુ મોટા ફેરફાર લાવી દીધા છે. સૌથી મોટો ફેરફાર બપોરના 1થી 4ના સમયગાળામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના લોકો આરામદાયક રીતે સૂઈ જતા હતા, તે હવે બંધ થઈ ગયું છે. રાજકોટના વેપારી કહે છે કે, રાજકોટમાં સાંજે 7થી સવારના 7 વાગ્યા સુધી લૉકડાઉન છે જેના કારણે સવારે 9થી બપોરે 4 વાગ્યા સુધી ધંધા-વેપાર ચાલુ રહે છે. આને કારણે રાજકોટની પરંપરાગત લાઈફસ્ટાઈલમાં ચેન્જ થયો છે જે અનુસાર લોકો બપોરે 1થી4 ઊંઘ લેતા હતા તે બંધ થઈ ગઈ છે. જોકે, લોકોએ ધંધા માટે ઊંઘનું બલિદાન આપવાનું નક્કી કર્યું છે. રાજકોટના સુરેન્દ્રનગર મેઈન રોડ પર સુપર માર્કેટ ધરાવતા જિતેશ કુંદનાની કહે છે કે, ‘પહેલા કોઈ ગ્રાહક બપોરે 1 વાગ્યાની આસપાસ અમારે ત્યાં આવે તો અમે તેને પાછું મોકલતા, કારણ કે તે બંધ કરવાનો સમય રહેતો હતો. નવો સમય ટ્રાવેલિંગ સેલ્સમેન માટે પણ ખૂબ સારો છે, પહેલા તો તેમને બપોરના ત્રણ કલાક શું કરવું તેની કોઈ જ ખબર નહોતી.’ જિતેશના સુપર માર્કેટનો સમય અત્યારે 9થી 4 વાગ્યાનો છે અને તે લૉકડાઉન પછી પણ બપોરના સમયમાં દુકાન ખુલ્લી રાખવાનું વિચારે છે. જોકે, મોરબી સ્થિત આશિષ કોઠારી, કે જેઓ ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસમાં છે તેઓ ચુસ્ત પણ માને છે કે, બપોરના સમયની ઊંઘ ખૂબ જરૂરી છે. તેઓ કહે છે કે, ‘આને કારણે તાજગી મળે છે અને દિવસના બીજા સેશનમાં સારી રીતે કામ કરી શકાય છે. અસલમાં તે ખૂબ સારી બાબત છે. આમ લોકડાઉનના નિયમોની અસર લોકોની ટેવ ઉપર મોટાપાયે જોવા મળી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63