ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને સરકારે કર્યો મોટો નિર્ણય, હવે મળશે રાહત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-5,

હાલ આખું દેશ કોરોના વાયરસના સંકટથી લડી રહ્યું છે. દેશવ્યાપી લોકડાઉન છે જે તેના ચોથા તબક્કામાં છે. જો કે, લોકડાઉન 4માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અમુક જરૂરી છૂટછાટ આપવામાં આવી છે. જેથી જનજીવન ફરી પાટા પર આવી શકે.   આ દરમિયાન રવિવારે કેન્દ્ર સરકારે એક મહત્વની માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે રવિવારે માહિતી આપી કે મોટર વ્હીકલ સંબંધિત ડોક્યુમેન્ટ્સની ડેડલાઇનને આગળ વધારીને 31 જુલાઈ કરી છે. એટલે કે 1 ફેબ્રુઆરી 2020 બાદ જો કોઈ ડોક્યુમેન્ટની વેલિડેશન પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકી તો તે માટે પેનલ્ટી અથવા લેટ ફી નહીં ચુકવવી પડે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય(Ministry of Road Transport and National Highways) આ અંગે એક નિર્દેશ જાહેર કર્યો છે.   રિપોર્ટ મુજબ આધિકારિક નિવેદનમાં કહ્યું કે હાલની સંકટની સ્થિતિમાં જો કોઈ વાહન સંબંધિત કોઈ દસ્તાવેજનું કામ પેન્ડિંગ છે અથવા રિન્યુવલ નથી થયું તો તે માટે 31 જુલાઈ 2020 સુધી કોઈ પેનલ્ટી અથવા લેટ ફી ચાર્જ કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મંત્રાલયે 30 માર્ચ 2020ના રોજ વ્હીકલ એક્ટ, 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ 1989 હેઠળ જરૂરી દસ્તાવેજોની ડેડલાઇન આગળ વધારી હતી. આ પહેલા નિવેદનમાં કહ્યું હતું કે 1 ફેબ્રુઆરી 2020 બાદ જે દસ્તાવેજોનું રિન્યુવલ ડેટ સમાપ્ત થઈ ગઈ છે અને એક્સપાયર થઈ ગઈ છે તો 30 જૂન સુધી વેલિડ માનવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63