CM વિજય રૂપાણીના માસ્ટરસ્ટ્રોકથી N-95 માસ્કની કિંમત લોકોને પરવડે તેવી કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-5,

ગાંધીનગર : તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાનાં ફેસબુક લાઈવમાં એવી જાહેરાત કરી હતી કે, રાજ્યનાં તમામ અમૂલ પાર્લર પરથી N95 માસ્ક માત્ર 65 રૂપિયામાં  અને સાદો માસ્ક ફક્ત પાંચ રૂપિયામાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે. તેમની આ જાહેરાતને ચોતરફથી આવકાર મળ્યો છે અને પાર્લર પરથી ચપોચપ માસ્ક વેચાઇ રહ્યા છે. આ જોતા મેડિકલ સ્ટોર્સના સંગઠન, “ફેડરેશન ઑફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ” દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, દવાઓની દુકાનમાં હવે N95 માસ્ક ફક્ત 50 રૂપિયામાં મળશે. આ નિર્ણય બદલ તેમને ખરેખર અભિનંદન, પણ સવાલ એ છે કે, આટલો સુંદર, ઉમદા વિચાર તેમને આટલો મોડો કેમ આવ્યો હશે? ચાલીસ રૂપિયાની પડતર હોય તેવા માસ્કના અઢીસો-ત્રણસો રૂપિયા બે-બે મહિના સુધી પડાવ્યા પછી હવે આવી સદબુદ્ધિ કેમ સૂઝી હશે?   ખરા અર્થમાં કહીએ તો પગ નીચે રેલો આવ્યા બાદ જ ફેડરેશનને આ ડહાપણની દાઢ ફૂટી છે. એક રીતે કહીએ તો મુખ્યમંત્રી રૂપાણીની કુશાગ્ર બુદ્ધિમત્તાનો જ આ વિજય ગણાય. કેમિસ્ટો આવા સંકટ વેળાએ પણ બેફામ નફાખોરી કરી રહ્યા હતા. કોઈનું પણ તેઓ માનતા ન હતા. સીધી આંગળીથી ઘી ન નીકળે ત્યારે હેઠે તાપણું કરી ને પછી ડોલચુ ઊંધું જ કરવું પડે. CM રૂપાણીની એક જાહેરાતે જ કેમિસ્ટોને લાઇન પર લાવી દીધા. પરિણામે સામાન્ય જનતાને વ્યાજબી ભાવે N95 માસ્ક મળી રહેશે. માસ્કને કારણે  ગઇકાલે આખો દિવસ જ માહોલ ગરમ હતો. અમૂલ પાર્લર પર મળતા માસ્કની ગુણવત્તા અંગે સ્પોન્સર્ડ અને પૂર્વગ્રહયુક્ત વાતો ઈરાદાપૂર્વક વહેતી મુકવામાં આવી હતી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63