કોરોના સંકટ ટાઇટેનિક જેવું : ગુજરાત હાઈકોર્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-5,

ગુજરાત હાઈકોર્ટે હાલની કોવિડ -19 પરિસ્થિતિની તુલના ટાઇટેનિક દુર્ઘટના સાથે કરી છે અને દરેકને આ મુશ્કેલીના સમયમાં એકબીજાની મદદે આવવા માટે હાકલ કરતા કહ્યું છે કે ખાસ કરીને પરપ્રાંતિય મજૂરોને મદદ કરવા માટે સરકારી તંત્રથી લઈને સમાજના દરેક ભાગ આગળ આવે.   હાઈકોર્ટે કહ્યું કે, “આપણે બધાએ કાર્પેથિયા બનવું જોઈએ, આ એ જહાજનું નામ છે જે ટાઇટેનિકના મદદ માટેના કોલને રીસિવ કરીને 705 જેટલા પ્રવાસીઓને બચાવવા માટે 1912માં 94 કિમીનું અંતર કાપીને દોડી ગયું હતું. જ્યારે કોર્ટે આગળ કહ્યું કે ‘ધ સેમ્પસન’ અને ‘એસએસ કેલિફોર્નિયન’ અન્ય બે જહાજો પણ તે જ વિસ્તારમાં હતા અને તે મદદ માટે નહોતા ગયા. તેમણે આ બંને જહાજને મેટાફોર તરીકે ઉપયોગ કરતા કહ્યું કે ‘ધ સેમ્પ્સન’ અહંકારયુક્ત લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે એસએસ કેલિફોર્નિયા એવા વ્યક્તિઓ માટે રૂપક છે જે કહે છે કે ‘હું કંઈ કરી શકતો નથી.’ પરંતુ કોર્ટે લોકોને કાર્પેથિયા જેવા બનવાનું અને પોતાની મુશ્કેલીઓ અને મર્યાદાઓ ભૂલીને બીજાઓને મદદ કરવા માટે હાકલ કરી હતી. હાઈકોર્ટે કહ્યું, “ટાઇટેનિકની દુ:ખદ કથા આપણને શીખવે છે કે આપણું ભાગ્ય અનિશ્ચિત છે, જે પ્રકૃતિની શક્તિ દ્વારા સંચાલિત છે. ટાઇટેનિકનું ભંગાણ નિશ્ચિત જ હતું, પરંતુ તેમાં થયેલા માનવ જીવનનું નુકસાન ચોક્કસ ઓછું કરી શકાયું હોત. એક ચેપી વાયરસથી ફેલાયેલા વૈશ્વિક રોગચાળાના સ્વરૂપમાં આપણે આજે આવી જ દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છીએ. આપણી પાસે ભાગ્યે જ કોઈ એવી શક્તિ છે જેનાથી આપણે તેનાથી બચી શકીએ. પણ આપણી પાસે એક શક્તિ છે તે છે આપણી જાતની શક્તિ. આપણે બધાએ ‘કાર્પેથિયા’ બનવું જોઈએ.’

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63