એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવા હવે પાસની જરૂર નથી : નીતિન પટેલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-5,

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસ મેળવવાની કોઈ જરુર નથી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ગઈકાલે જ લોકડાઉન 4.0માં મોટી રાહતોની જાહેરાત કરી હતી. એસટી બસની પણ સુવિધા શરુ કરી દેવાઈ છે, ત્યારે પ્રાઈવેટ વાહનમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા કોઈ ફોર્માલિટી કરવાની નહીં રહે.

સીએમ રુપાણીએ ગઈકાલે જણાવ્યું હતું કે, કારમાં 1 ડ્રાઈવર ઉપરાંત બે વ્યક્તિ ટ્રાવેલ કરી શકશે. જોકે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા અગાઉની જેમ પાસ લેવો પડશે કે કેમ તે અંગે સરકારે કોઈ સ્પષ્ટતા નહોતી કરી. આજે ઘણી જગ્યાએ પ્રાઈવેટ વાહનોમાં જતા લોકોને અટકાવવામાં આવ્યા હોવાના અહેવાલો પણ આવ્યા હતા. તેવામાં સરકારે આ મહત્વની સ્પષ્ટતા કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63