મોરબીમાં કઈ સેવાઓ ચાલુ રાખી શકાશે અને કઈ નહિ જાણો સંપૂર્ણ વિગત
માસ્ક નહિ પહેરવા પર અને થૂંકવા પર રૂ. 200 નો દંડ
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-5,આજ તા. 19-5, ના મોરબી જિલ્લા કલેક્ટર સાહેબ જે.બી. પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ નવા જાહેરનામા મુજબ મોરબી જીલ્લનાએ કૅનટેનમેન્ટ ઝોન, અને નોન કંટેનમેન્ટ ઝોન એમ બે ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, કૅનટેનમેન્ટ ઝોનમાં વાંકાનેરના અરુણોદય સોસાયટી, શાસ્ત્રીનગર સોસાયટી નિયત કરેલ છે. તે સિવાયના તમામ વિસ્તારને નોન કંટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે.
નોન કંટેનમેન્ટ ઝોન વિસ્તારમાં તમામ ઉદ્યોગ, વ્યવસાય સવારના 8 થી બપોરે 4 વાગ્યા સુધી જ ખુલી શકશે,
આવશક્ય સેવાઓ સિવાય બિન આવશ્યક સેવાઓ માટે સાંજે 7 થી સવારના 7 સુધી કોઈપણ અવરજવર કરવા પર પ્રતિબંધ રહેશે,
મોરબી જિલ્લામાં માર્કેટ વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટર કે દુકાનો તેમના પ્રોપર્ટી કાર્ડના નંબરની ઓડ (એકી સંખ્યા) છે તે એકી સંખ્યાનતી તારીખે ખુલી રાખી શકશે, અને જેની પ્રોપર્ટી કાર્ડની સંખ્યા ઇવન (બેકી સંખ્યા) છે તે બેકી સંખ્યાની તારીખે જ ખુલી રાખી શકશે
(જોકે આ બાબત નિર્ણય વેપારીઓમાં ગૂંચવણ ઉભી કરતો હોય તેમનો વિરોધ થઇ શકે છે)
કઈ સેવાઓ કે દુકાનો ખોલી શકાશે? (સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવાની શરતે)
- પાનની દુકાનો (સોસીયલ ડિસ્ટન્સ જાળવી,અને પાર્સલ સુવિધા આપવાં શરતે)
- વાળંદની દુકાનો , હેર સલૂન ચાલુ કરી શકાશે
- ગ્રંથાલયો
- GSRTC ની એસ.ટી. બસ સર્વિસ
- ઓટો રીક્ષા ( 1 ડ્રાઈવર અને 2 પેસેન્જર ની મર્યાદા)
- કેબ, ટેક્ષી , ( 1 ડ્રાઈવર અને 2 પેસેન્જર ની મર્યાદા)
- રેસ્ટોરન્ટ, ભોજનશળાઓ (ફક્ત હોમ ડિલિવરી જ કરી શકાશે)
- ધાબાઓ (શહેરની બહાર આવેલ તમામ ધાબા, રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે)
- પ્રાઇવેટ ઓફિસ (33% સ્ટાફ ની મર્યાદા રાખી શરુ કરી શકાશે)
- ખાનગી કાર , અને ટૂ -વ્હીલ વાહનો ( ટૂ -વ્હીલમાં 1 વ્યક્તિ , ફોર વ્હીલમાં 1 ડ્રાઈવર પ્લસ 2 વ્યક્તિ)
- તમામ રિપેરિંગ કામની દુકાનો, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનો
- અંતિમ યાત્રા (ફક્ત 20 લોકોને જ મંજૂરી)
- લગ્ન પ્રસન્નગ (ફક્ત 40 વ્યક્તિને મંજૂરી બંને પક્ષ સહીત)
કઈ સેવાઓ અને દુકાનોને છૂટ નથી
- તમામ શૈક્ષણિક, કોચિંગ ક્લાસ, ટ્રેનિંગ, રિસર્ચ સંસ્થાઓ
- જીમ્સ, સ્વિમિંગ પુલ, જાહેર બગીચાઓ, ઝૂ, વોટરપાર્કસ, એમ્યુઝમેન્ટ પાર્ક, આર્કિઓલોજિકલ સાઇટ્સ, બીચીસ, અન્ય પ્રવાસી સ્થળ
- મોલ્સ, મોલ્સની અંદર આવેલ દુકાનો,
- સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ
- તમામ ધાર્મિક સ્થળો, ધાર્મિંક મેળાવડાઓ
- કોઈપણ પ્રકારના મોટા મેળાવડાઓ,
- સાંસ્કૃતિક, થિયેટર કાર્યક્રમો
- હોટેલ્સ (હાઉસિંગ હેલ્થ, પોલીસ, સરકારી અધિકારીઓ, સ્ટાન્ડર્ડ વ્યક્તિઓ/ ક્વોરેન્ટાઇન ફેસેલિટી સિવાય
- ફેરિયા (શાકભાજી સિવાય)
- સીટી બસ સર્વિસ
- ખાનગી બસ સર્વિસ
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63