લોકડાઉન 4.0: ગુજરાત બે ઝોનમાં વહેંચાશે, જાણો કઈ-કઈ છૂટછાટ આપવામાં આવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-5,

કેન્દ્ર સરકારે રવિવારે લોકડાઉન 31 મે સુધી લંબાવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ મોટા ભાગના રાજ્યોએ પણ લોકડાઉન લંબાવવાનું કહ્યું હતું. ગુજરાતે પણ લોકડાઉન 31 મે સુધી લંબાવ્યું છે. જોકે, ગુજરાતમાં લોકડાઉન 4.0ના નિયમો કેવા રહેશે તે અંગે ગુજરાત સરકારે આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી તે અંગે રાજ્યમાં લોકડાઉન 4.0 કેવું રહેશે તે અંગે નિયમો બનાવ્યા હતા. તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જાહેરાત કરી છે.  

– કન્ટેઈનમેન્ટ અને નોન-કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવશે

– કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. લોકડાઉનમાં જે પ્રકારે વ્યવસ્થા હતી તે જારી રહેશે.

– કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાં ફેરફાર જરૂરી છે, સતત રીવ્યુ કરવામાં આવશે

– સમગ્ર ગુજરાતમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં સવારે 8થી 12 વાગ્યા સુધી જરૂરી વસ્તુઓના વેચાણની છૂટ રહેશે

– કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના ઝોનમાં સવારે 8થી રાત્રે 7 વાગ્યા સુધી તમામ દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવશે

– સાંજના 7થી સવારના રાત્રે 7 વાગ્યા સુધી કડક કર્ફ્યુનો અમલ કરવામાં આવશે

– રિક્ષામાં એક બેથી વધુ પેસેન્જર નહીં બેસાડાય

– કોલેજ, જીમ, સ્વિમિંગ પૂલ, સ્કૂલો ચાલું નહી થાય – મોલ અને શોપિંગ માર્કેટમાં દુકાનો ખોલવાની છૂટ, પરંતુ અડધી દુકાન ખુલશે અને અડધી બંધ રહેશે

– દુકાનોમાં એક સમયે પાંચથી વધુ ગ્રાહકો હશે નહીં

– કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો અને ઓફિસોને ખોલવાની મંજૂરી આપવામાં આવશે

– સમગ્ર ગુજરાતમાં એસટી બસો શરૂ કરવામાં આવશે, પરંતુ અમદાવાદમાં બસોને આવવા-જવા દેવામાં આવશે નહીં

– અમદાવાદમાં પોઝિટિવ કેસો અને ચેપ વધારે છે, કેસો ઘટ્યા બાદ જ વિચારણા કરવામાં આવશે

– લગ્નમાં 50થી વધારે વ્યક્તિઓને મંજૂરી નહીં, અંતિમ ક્રિયામાં 20 વ્યક્તિઓને જ મંજૂરી

– કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર દુકાનોને છૂટ, પાન-બીડી તમામ દુકાનોને છૂટ આપવામાં આવશે

– દુકાનો પર ટોળા થવા જોઈએ નહીં તે જોવાનું રહેશે

– વાળ કાપવાની દુકાનો, બ્યૂટી પાર્લર, સલૂન ખુલ્લા રહેશે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે

– સમગ્ર રાજ્યમાં 60 ટકા કેપેસિટી સાથે પબ્લિક લાયબ્રેરી શરૂ કરવાની ચૂટ – કેબ, ટેક્સી વગેરે કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર મંજૂરી, કન્ટેઈનમેન્ટ ઝોનમાં નહીં, કેબ કે ટેક્સીમાં ડ્રાઈવર પ્લસ બે વ્યક્તિને છૂટ

– 33 ટકા કેપેસિટી પાસે પ્રાઈવેટ ઓફિસોને મંજૂરી આપવામાં આવશે – અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ખાનગી ઓફિસોને બંધ રાખવામાં આવશે – તમામ ગેરેજ, વર્કશોપ, સર્વિસ કાર્યરત કરી શકાશે

– ટુવ્હીલરમાં એક જ વ્યક્તિ જઈ શકશે, ફોર વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત બે જ વ્યક્તિને મંજૂરી

– માલવાહક વાહનોને મંજૂરી આપવામાં આવશે – ગુજરાતમાં જાહેરમાં થૂંકનાર વ્યક્તિને 200 રૂપિયાને દંડ, જાહેરમાં માસ્ક ન પહેરનારાઓને પણ 200 રૂપિયાનો દંડ

– મૂળ લડત કોરોના સામે છે, રોગપ્રતિકારક શક્તિ વધે તો જ જંગ જીતીશું – અમૂલ પાર્લર પર એન95 માસ્ક મળશે

– શ્રમિકોને લોકડાઉનમાં તકલીફ પડે તે સ્વાભાવિક છે: વિજયભાઈ રૂપાણી

લોકડાઉનને અટકાવવાનો પણ છે તેથી ગુજરાતની સરકારે શ્રમીક, ગરીબ, મધ્યમવર્ગ તમામ લોકોની ચિંતા કરી છે. કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે નિર્ણયો કર્યા છે – સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ કયા-કયા વિસ્તારમાં ચેપના આધારે ઝોન નક્કી કરવાની જવાબદારી રાજ્ય સરકારને આપી છે

સંપર્ક કરવા ફક્ત એડ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63