પરપ્રાંતીયો વિફર્યા : પોલીસ અને પ્રત્રકારો પર હુમલો કર્યો : ઓડિશા જતી તમામ ટ્રેન રદ્દ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-5,

શ્રમિકોને વતન મોકલવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશભરમાંથી ગુજરાતમાંથી સૌથી વધુ ટ્રેન રવાના કરવામાં આવી છે. અને બસ મારફતે પણ લોકોને વતન મોકલવામાં આવી રહ્યા છે. પણ આ માટે અન્ય રાજ્યોની મંજૂરી અને ટ્રેન માટેની મંજૂરી લઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને કારણે વિલંબ થાય છે અને શ્રમિકો સંઘર્ષમાં ઉતરે છે. તે યોગ્ય નથી અને ચલાવી લેવામાં આવશે નહીં.   રાજકોટ જિલ્લાના શાપરમાં શ્રમિકો દ્વારા રવાના થનારી ટ્રેન રદ થતા અમુક લોકોએ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ અને મીડિયા પર હુમલો થયો છે. આ પ્રકારનું કૃત્ય કરનાર સામે ગુનો દાખલ કર્યો છે. આ રીતે ધીરજ ગુમાવીને પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અથવા મીડિયા સાથે સંઘર્ષમાં ના ઉતરે. જો ટ્રેનમાં વિલંબ થાય અથવા રદ થાય તો ટ્રેનની ફરી વ્યવસ્થા કરીને શ્રમિકોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવશે.   રાજ્ય પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું કે, રસ્તા પર ચાલીને વતન જતા લોકોને નજીકના શેલ્ટર હોમમાં રાખવામાં આવે છે અને ત્યાંથી વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે દેશના અમુક રાજ્યમાં વાવાઝોડું આવવાની આગાહી કરી છે, આ વાવાઝોડું ઓડિશામાં પણ આવવાની શક્યતા છે. જેથી ઓડિશા વહીવટી તંત્ર આ વ્યવસ્થામાં વ્યસ્ત હોવાથી આગામી ત્રણ ચાર દિવસ શ્રમિકોને વતન લાવવાના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા મુલતવી રાખવા જણાવ્યું છે. જેથી ગુજરાતમાંથી ઓડિશામાં જવા માગતા લોકો ધીરજ રાખે, હાલ ત્રણ-ચાર દિવસ સુધી ટ્રેન ચલાવવામાં આવશે નહીં.

સંપર્ક કરવા ફક્ત એડ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63