મોરબી: 12 સાયન્સના પરિણામમાં નવયુગ સાયન્સ સ્કૂલનો દબદબો: ત્રણેય A1 ગ્રેડ વિદ્યાર્થીઓ નવયુગ સ્કૂલના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-5,

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા છે અને જીલ્લાના કુલ 3 વિદ્યાર્થીઓ એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયા હોય જે ત્રણેય વિદ્યાર્થીઓ નવયુગ વિધાલયના છે મોરબી નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતા પરિણામની પરંપરાને જાળવી રાખી છે, જાહેર કરાયેલ ધોરણ ૧૨ સાયન્સના પરિણામમાં મોરબી જિલ્લાના માત્ર 3 વિદ્યાર્થીઓ જ એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે જે તમામ ત્રણ વિદ્યાર્થીઓ નવયુગ સાયન્સ સ્કૂલના છે અને નવયુગ સાયન્સ સ્કૂલે ફરી વખત સાયન્સના પરિણામોમાં ડંકો વગાડ્યો છે   નવયુગ સ્કૂલના ગોધાણી ચાંદની ૬૫૦ માંથી ૬૧૦ માર્ક્સ અને ૯૯.૯૯ પીઆર સાથે જીલ્લા ફર્સ્ટ, મૂકાસણા હેત્વી ૬૫૦ માંથી ૬૦૫ માર્ક્સ અને ૯૯.૯૯ પીઆર સાથે દ્વિતીય તેમજ છગાણી કૃણાલ ૬૫૦ માંથી ૬૦૦ માર્ક્સ અને ૯૯.૯૭ પીઆર સાથે તૃતીય ક્રમે ઉતીર્ણ થયો છે અને સમગ્ર મોરબી જીલ્લામાં ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં નવયુગ સાયન્સ સ્કૂલ પ્રથમ રહ્યું છે જે ઝળહળતી સિદ્ધી બદલ સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાએ વિદ્યાથીઓને અભિનંદન પાઠવ્યા છે  

સંપર્ક કરવા ફક્ત એડ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63