લોકડાઉન: પત્નીએ ચટાકેદાર જમવાનું ના બનાવી આપ્યું તો પતિ બાલ્કનીમાં લટકી ગયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-5,

કોરોનાના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડા સતત વધતા હોવાના મામલા બહાર આવી રહ્યા છે. લોકડાઉનમાં બંધ હોવાથી બહાર ન જઈ શકતા લોકો ચીડિયા સ્વભાવના બની રહ્યા છે અને નાની-નાની વાતમાં ગુસ્સે થઈ રહ્યા છે. આવી જ એક સામાન્ય બાબતમાં એક વ્યક્તિ ઘરની બાલ્કનીમાંથી લટકી ગયો. કારણે માત્ર એટલું હતું કે, આ વ્યક્તિની પત્ની તેની ચટાકેદાર વાનગી ખાવાની ડિમાન્ડ પુરી નહોતી કરતી. શહેરના ચાંદખેડામાં આવેલા કેશવ એપાર્ટમેન્ટમાં પતિએ પોતાની પત્નીને ચટાકેદાર જમવાનું બનાવવા માટે કહ્યું. આ વાતથી પત્ની વિફરી અને બંને વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ. પતિ પણ ગુસ્સામાં પત્નીને વળતો જવાબ આપવા આત્મહત્યા કરવા માટે ફ્લેટની ગેલેરીમાંથી લટકી ગયો.   જોકે ફ્લેટના અન્ય રહીશોએ મળીને પતિને બાલ્કનીમાંથી ખેંચીને નીચે પડતા બચાવી લીધો અને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવી આપ્યું હતું. આ દરમિયાન કોઈ રાહદારીએ નીચેથી ઘટનાનો વિડીયો ઉતારી લેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સંપર્ક કરવા ફક્ત એડ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63