કોરોના વાયરસના નવા લક્ષણ સામે આવ્યા: WHO ના નિષ્ણાતોની ચેતવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-5,

લોકડાઉન: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ વિશ્વને કોરોના વાયરસના નવા લક્ષણ વિશે દુનિયાને ચેતવણી આપી છે. WHOના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બોલવામાં મુશ્કેલી એ કોરોના વાયરસનું એક ગંભીર લક્ષણ છે. અત્યાર સુધી વિશ્વભરના ડોકટરો કહેતા હતા કે કફ અથવા તાવ એ કોરોના વાયરસના બે મુખ્ય લક્ષણો છે. WHOની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે કોરોના વાયરસથી માર્યા ગયેલા લોકોની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે.   આ મહામારીથી સાજા થયેલા લોકોનું કહેવું છે કે અન્ય લક્ષણોની સાથો સાથ બોલવામાં મુશ્કેલી પડવી એ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયાનું સંભવિત લક્ષણ છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિને બોલવામાં તેમજ ચાલવામાં મુશ્કેલી પડી રહી છે તો તેણે તાત્કાલિક ડૉકટરને દેખાડવું જોઈએ. કોરોના વાયરસના આ છે ગંભીર લક્ષણો ડબ્લ્યુએચઓએ જણાવ્યું છે કે કોરોના વાયરસથી પ્રભાવિત મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં નજીવી તકલીફ થઈ શકે છે અને ચોક્કસ સારવાર વિના તે સ્વસ્થ થઈ જશે. કોરોના વાયરસના ગંભીર લક્ષણોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી અને છાતીમાં દુ:ખાવો કે દબાણ, બોલવાનું બંધ થઇ જવું અથવા હરવા-ફરવામાં મુશ્કેલી કોરોના વાયરસના ગંભીર લક્ષણોમાં સામેલ છે.   નિષ્ણાતો એ ચેતવણી આપી છે કે જો કોઈને આવી કોઈ ગંભીર સમસ્યા આવી રહી છે તો તેણે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર પાસે જતા પહેલાં કૃપા કરીને એકવાર હેલ્પલાઇન પર જરૂરી સલાહ લો. તેમણે કહ્યું કે બોલવામાં મુશ્કેલી હંમેશા કોરોના વાયરસનું લક્ષણ નથી. કેટલીકવાર બીજા કારણોસર પણ બોલવામાં મુશ્કેલી પડે છે. આ અઠવાડિયે હાથ ધરવામાં આવેલા બીજા સંશોધનમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસનું બીજું લક્ષણ છે.

સંપર્ક કરવા ફક્ત એડ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63