મોરબીના ભૂલકાઓ આનંદથી ઝૂમી ઊઠ્યા : નવયુગ કિડ્ઝ કાર્નિવલનો ધમાકેદાર ઇનામ વિતરણ કાર્યક્રમ

સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને બાળકોને અલગઅલગ સમયે બોલાવીને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-5,

શિક્ષણના ક્ષેત્રમાં હંમેશાં કંઇક નવું (Something Innovative) ના મંત્રને અનુસરતા નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા મોરબીમાં સૌપ્રથમ બાળકો માટે ઓનલાઇન કોમ્પિટિશન નવયુગ કિડ્ઝ કાર્નિવલ યોજાઈ હતી. આ કાર્નિવલ અંતર્ગત ડાન્સ, ડ્રોઇંગ અને વક્તૃત્વ જેવી સ્પર્ધાઓમાં 140 થી વધુ બાળકોએ પોતાની આગવી કલા, કરતબ અને પ્રતિભા પ્રદર્શિત કરી નિર્ણાયકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.   તા. 12/05/2020 ના રોજ એક સે બઢકર એક ઇનામોના હકદાર એવા પ્રતિભાશાળી વિજેતાઓના નામ જાહેર કરાયા બાદ તા. 14/05/2020 ના રોજ ઇનામ વિતરણ કાર્યક્રમમાં બાળકો પોતાના ઇનામ પ્રાપ્ત કરતાં આનંદથી ઝૂમી ઊઠ્યા હતા તેમજ તેમના આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો થયો હતો.   કોરોના મહામારી સામેની લડાઈમાં સમગ્ર દેશમાં અમલી બનેલ લોકડાઉન દરમ્યાન સરકારશ્રીના આદેશ અનુસાર સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને બાળકોને અલગઅલગ સમયે બોલાવીને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. બાળકોના ચહેરા પર આનંદની લહેરો અને સ્મિત જોઈને સંચાલકો પણ ખુશખુશાલ થયા હતા.   દરેક સ્પર્ધામાં પ્રથમ વિજેતાઓ અદિતિ દેસાઇ, દિષ્ટી કાસુન્દ્રા અને પ્રિયાંશી મેહતાએ ઇનામ સ્વરૂપે ઇલે. કિડ્ઝ કાર પ્રાપ્ત કરી હતી. દ્વિતીય વિજેતાઓ ઝારા મણવર, ખુશ મેરજા અને સમર્થ ભીલાએ ઇલે. કિડ્ઝ બાઇક મેળવ્યા હતા. તૃતીય વિજેતાઓ જેની ફુલતરીયા, રમ્યા લિખીયા અને રીચા પંડ્યાને એન્ડ્રોઇડ ટેબ્લેટ વડે નવાજવામાં આવ્યા હતા. ચોથા ક્રમના વિજેતાઓ રાજલ દૂધરેજીયા, હીવા કુંડારીયા અને વંશ ગોધવિયાને સ્ટાઇલિશ બાઇસિકલથી સન્માનિત કરાયા હતા તેમજ પાંચમા ક્રમના વિજેતાઓ મિહિત પટેલ, વેદ કાસુન્દ્રા અને મોક્ષા સંઘાણીને એજ્યુકેશનલ કિટ વડે બિરદાવવામાં આવ્યા હતા.   તમામ વિજેતાઓને આ વિશેષ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા ખૂબખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63