કોરોનાની સ્થિતિ ઉપરાંત એક્સપોર્ટ કરાયી ગુજરાતમાંથી કેસર કેરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-5,

કોરોના સંકટ વચ્ચે લોકડાઉનના પગલે ગુજરાતમાંથી કેસર કેરી વિદેશમાં કરાઇ એક્સપોર્ટ   ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. કોરોનાને લઇને લોકડાઉનના પગલે રાજ્યમાં ધંધા-રોજગાર પર અસર જોવા મળી રહી છે. જો કે આ સાથે લોકડાઉન દરમિયાન ખેડૂતોની પરિસ્થિતિ પણ વધુ વણસેલી જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા ગીરની કેસર કેરીને વિદેશમાં એકસપર્ટ કરતાં આનંદની લહેર દોડી ગઇ છે   દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યમાં ગીરની કેસર કેરીની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. જો કે કોરોનાના પગલે મોટા શહેરોમાં માર્કેટ બંધ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ વિખ્યાત ગીરની કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં 21 ટન કેસર કેરી કાર્ગો દ્વારા યુ.કે. મોકલવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 21 ટન કેસર કેરી યુ.કે મોકલવામાં આવી છે.   આ સાથે રાજ્યના ખેડૂતોની માગ છે કે વધુ કેરી એક્સપોર્ટ કરવામાં આવે. કોરોનાના કારણે દેશમા મોટાભાગના માર્કેટ બંધ છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગત વર્ષે 700 ટનથી વધુ કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ થઇ હતી. ખેડૂતો દ્વારા જણાવામાં આવ્યું ગત વર્ષે અમેરિકામાં 225 ટન, યુકેમાં 450 ટન તેમજ યુએઇમાં 100 ટન કેસરની નિકાસ થઇ હતી. ત્યારે આ વખતે પણ વધુ કેરી એક્સપોર્ટ થાય તેવી માગ કરાઇ છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ કેસર કેરી પહોંચે તેવી વ્યવસ્થા કરવાની માગ કરાઇ છે.  

સંપર્ક કરવા ફક્ત એડ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63