મોરબી: કુવામાં પડી જતા મહિલાનું મૃત્યુ : આપઘાત કે અકસ્માત? : તપાસ શરુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-5, Morbi

મોરબી, બેલા ગામમાં રહેતી ૫૫ વર્ષીય મહિલા તેના ગામના કુવામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પરિવારજનોએ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી બનાવ બાદ તતાલુકા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ મહિલાએ પરિવારજનોના નિવેદન આધારે મહિલાએ આપઘાત કર્યો કે આક્સ્સ્મિક બનાવ તે અંગે તપાસ હાથ ધરી હતી મહિલાએ આપઘાત કર્યો કે આકસ્મિક મોત થયું તે અંગે તપાસ હાથ ધરી મોરબીના બેલા ગામમાં રેહેતા દયાબેન મગનભાઈ ચારોલા નામની ૫૫ વર્ષીય મહિલા તેના જ ગામમાં આવેલા કુવામાં પડી ગઈ હતી  ઘટનાની જાણ થતા પરિવારજનો તેમને  મોરબી સિવિલ હોસ્પીટલમાં લાવ્યા હતા ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી, ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાના પરિવારજનોના નિવેદન નોધી મહિલાએ આપઘાત કર્યો કે આકસ્મિક મોત થયું તે અંગે તપાસ હાથ ધરી હતી.

જયારે અન્ય એક આપઘાતનો બનાવ મોરબીના પીપળી ગામમાં આવેલી શ્યામ પાર્ક સોસાયટીમાં બન્યો હતો, સોસાયટીના ઉમા પાર્કમાં રહેતા રવી દલસુખભાઈ સીનોચીયા નામના યુવાને તેના જ ઘરમાં ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો .બનાવ અંગે પોલીસે નોધ કરી યુવકના આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63