ખેડૂતોને થશે સીધો ફાયદો : સરકાર 65 વર્ષ જૂના કાયદામાં કરશે ફેરફાર!

નાણા મંત્રીએ એગ્રીકલ્ચર માર્કેટિંગ રિફોર્મ્સમાં સુધારા કરવાની જાહેરાત કરી છે. આ પહેલા ખેડૂતોને માત્ર APMCને વેચવું પડતું હતું. પરંતુ હવે આ મજબૂરી ખતમ થઈ જશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-5, 

ખેડૂતોની આવક વધારવા માટે કન્ઝ્યૂમર અફેર મંત્રાલયે એન્સેશિયલ કોમોડિટી એક્ટમાં (Essential Commodity Act) ફેરફાર કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, કૃષિ પ્રતિસ્પર્ધાઓ અને રોખાણને વધારવા માટે 1955થી ચાલુ આવશ્યક વસ્તુ અધિનિયમમાં ફેરફાર કરવામાં આવશે. તેલિબિયાં, કઠોળ, અનાજ, બટાકા, ડુંગળીને ડિરેગ્યુલેટ એટલે કે અનિયમિત કરવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગ માટે કોઈ સ્ટોક લિમિટ નહીં હોય. નિકાસકારનો કોઈ તકલીફ ન હોય. આનો રાષ્ટ્રીય વિપત્તી અને દુષ્કાળની સ્થિતિમાં સરકાર પગલાં લઈ શકે છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં ખેડૂતો અંગે અનેક મોટા નિર્ણયો થઈ ચૂક્યા છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતોને વાર્ષીક 6000 રૂપિયા મળશે.   નાણા મંત્રીએ એગ્રીકલ્ચર માર્કેટિંગ રિફોર્મ્સમાં સુધારા કરવાની જાહેરાત કરી છે. આ પહેલા ખેડૂતોને માત્ર APMCને વેચવું પડતું હતું. પરંતુ હવે આ મજબૂરી ખતમ થઈ જશે. આનાથી ખેડૂતોને સારી કિંમત મળી શકે છે. એસેન્સિયલ કોમોડિટી એટલે કે EC એક્ટ 1955માં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે, ખેડૂતો પોતાની પેદાશોને ઓછા ભાવમાં નહીં વેચવી પડે. તેલિબિંયા, કઠોળ, અનાજ, ડુંગળી, બટાકા, સરસવ, ખાદ્ય તેલ જેવા ઉત્પાદોને ડીરેગ્યુલેટ કરવામાં આવશે. ખેડૂતોને પોતાની પેદાશોની સારી કિંમત મળે એટલા માટે કૃષી ક્ષેત્રને વધારે કોમ્પિટિટિવ બનાવવામાં આવશે. રાષ્ટ્રીય આપદા જેવી સ્થિતિમાં સરકાર પગલાં ઉઠાવી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63