લોકડાઉન 4.0 : ઘરબંધી હળવી કરવા કેન્દ્રને ગુજરાત સરકારની દરખાસ્ત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-5,

લોકડાઉન-3 ની અવધી પુરી થવા આડે હવે માત્ર 48 કલાક છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન-4 માં છુટછાટ આપવા માટેની નવી પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે તેમાં રેડઝોનમાં રાત્રી લોકડાઉન જ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. બાકીના વિસ્તારોમાં વેપાર-ધંધાને ખોલવાની છુટ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્લુ પ્રીન્ટને મંજુરી માટે કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. 60 દિવસથી લોકડાઉનની અમલવારીના કારણે ગુજરાત સહિત દેશનું અર્થતંત્ર રફેદફે થઇ ગયું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારને ન બુરી શકાય તેવું આવું આર્થિક નુકસાન વેઠવું પડયું છે. વધુ નુકસાન ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન-4ની નવી બ્લુ પ્રીન્ટ તૈયાર કરવામાં આવી છે. તેમાં રેડ ઝોનમાં રહેલા વિસ્તારોને રાત્રી દરમ્યાન બંધ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. જો કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારની પોલીસી માન્ય રાખવામાં આવશે તો સોમવારે ગુજરાતવાસીઓને મોટી છુટછાટ મળવાના અણસાર મળી રહ્યા છે. ગુજરાતમાં પણ લોકડાઉન 4 નવા રૂપરંગ સાથે સોમવારથી અમલી બનવા જઈ રહ્યું છે. રાજ્યમાં રેડઝોન વિસ્તારોમાં રાત્રી લોકડાઉનની અમલવારી કરવામાં આવશે. બાકીના અન્ય વિસ્તારોમાં વેપાર-ધંધા ખોલવા મંજુરી આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળનાર છે. આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવશે. લોકડાઉન-4ને હળવું કરવા માટે કેવા પ્રકારની છૂટછાટ અને કેવી પ્રવૃત્તિ કરી શકાશે અને કયા-કયા વેપાર ધંધા હજુ બંધ રાખવા તેની આખરી બ્યૂ પ્રિન્ટ આપવામાં આવનાર છે. છેલ્લા 60 દિવસથી વેપાર-ધંધા સંપૂર્ણ ઠપ્પ છે અને લોકો પણ ઘરમાં કેદ થઇ ગયા છે. હવે આર્થિક કામગીરીમાં લાગવું પડશે તેવા નિવેદનથી નાયબ મુખ્યમંત્રીએ લોકડાઉન-4 ખુબ જ હળવું અને આર્થિક પ્રવૃતિને વધુ વેગ આપતું હશે તેવું સ્પષ્ટ્રપણે જણાવી દીધું છે. તે સંજોગોમાં ગુજરાતમાં લોકડાઉન ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વધુ હળવું કરવામાં આવે અને રેડ ઝોનના વિસ્તાર સિવાય પણ વેપાર ધંધા ચોક્કસ સમય માટે ખુલ્લું રાખવામાં આવે તેવી શક્યતા છે. રેડ ઝોનમાં રાત્રી લોકડાઉન રાખવામાં આવે તેવી શક્યતાઓ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63