આત્મનિર્ભર ગુજરાત: CM વિજય રૂપાણીની મોટી જાહેરાત : છ મહિના સુધી લોનનો કોઈ જ હપ્તો નહિ : નાના ઉદ્યોગો મોટો ફાયદો

રાજ્ય સરકાર દ્વારા નાના ઉદ્યોગોને આપવામાં આવતી લોનનું 18 ટકા વ્યાજ રાજ્ય કરકાર ચૂકવશે અને લોનધારકને માત્ર 2 ટકા વ્યાજની ચૂકવણી કરવાની રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-5,

PM નરેન્દ્ર મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની ઘોષણા બાદ દેશના તમામ રાજ્યો અલગ-અલગ પ્રકારના આર્થિક પેકેજની જાહેરાત કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય પણ તેમાથી બાદ નથી રહ્યું. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી. જેમા તેમણે નાના વેપારીઓને લોન આપવાની અને તેમને આર્થિક રીતે સદ્ધર બનાવવાની વાત કહી હતી.  આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. 10 લાખથી વધુ લોકોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત નાના દુકાનદારોને આ યોજનાનો લાભ મળશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. આ લોન સહકારી બેંકો એને જિલ્લા બેંકોમાંથી આ મળશે. અને 6 મહિના સુધી આ લોનનો હપ્તો ભરવામાં રાહત આપવામાં આવશે. સરકારની આ યોજનામાં કોઇ પણ પ્રકારની સિક્યોરિટી આપવાની રહેશે નહી. પ્રોવિઝનલ સ્ટોર અને કટલરી સ્ટોરને રાહત આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે રાજ્યમાં તેની કોઇ અસર થશે નહી તથા લોકોને રોજગાર પૂરો પાડવા માટે સરકાર કટીબદ્ધ છે અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની અંદર મોટા ભાગના કારીગરો અને કામદારોને આવરી લેવામા આવશે. તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકાર દ્વારા નાના ઉદ્યોગોને આપવામાં આવતી લોનનું 18 ટકા વ્યાજ રાજ્ય કરકાર ચૂકવશે અને લોનધારકને માત્ર 2 ટકા વ્યાજની ચૂકવણી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય ખુબ જ મહત્વનો છે જ્યારે કોરોનાના કારણે સંમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે ઉદ્યોગોને ભારે નુક્સાન પહોંચ્યુ છે આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત બાદ રાજ્યમાં નાના ઉદ્યોગો ફરી ધમધમી ઉઠે તેવી આશા હવે સેવાઇ રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63