આતુરતાનો અંત: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી, કિડ્સ કાર્નિવલના વિજેતા જાહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-5, મોરબી 

વ્યાપાર હોય કે ઉદ્યોગ , કલા હોય કે સાહિત્ય , શિક્ષણ હોય કે સંસ્કૃતિ , કોઇપણ ક્ષેત્રમાં હંમેશા અગ્રેસર રહેતી મયુરનગરી મોરબીના ભૂલકાઓએ નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન આયોજિત કિડ્ઝ કાર્નિવલમાં પોતાની આગવી પ્રતિભા ઝળકાવીને આ કાર્નિવલને ચાર ચાંદ લગાવી દીધા હતા . નવયુગ ગૃપના આ કાર્નિવલમાં ઉત્સાહભેર જોડાઈને તેને સફળ બનાવનાર તમામ મોરબીના શહેરીજનોનો સંસ્થાના પ્રમુખ પી . ડી . કાંજીયાએ આભાર વ્યક્ત કર્યો છે , તેમજ આ કાર્નિવલમાં એક સે બઢકર એક ઇનામોના હકદાર એવા પ્રતિભાશાળી વિજેતાઓના નામ જાહેર કર્યા છે . કાર્નિવલ અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકો માટે ડાન્સ , ડ્રોઇંગ અને વસ્તૃત્વ એમાં અલગ અલગ ત્રણ વિભાગોમાં કોમ્પિટિશનનું આયોજન થયું હતું . દરેક વિભાગમાં પ્રથમ વિજેતાને ઇલે . કિડ્ઝ કાર ( કિંમત રૂ . 13 , 000 ) , દ્વિતીય વિજેતાને ઇલે . કિડ્ઝ બાઇક ( કિંમત રૂ . 9 , 000 ) . તૃતીય વિજેતાને એન્ડ્રોઇડ ટેબ્લેટ ( કિંમત રૂ . 5 , 000 ) , ચોથા ક્રમે વિજેતા થનારને સ્ટાઇલિશ બાઇસિકલ ( કિંમત રૂ . 4 , 000 ) તેમજ પાંચમો ક્રમ મેળવનાર વિજેતાને એજ્યુકેશનલ કિટ ( કિંમત રૂ . 1 , 000 ) આવા ધમાકેદાર ઇનામો સાથે બિરદાવવામાં આવશે . ડાન્સ કોમ્પિટિશનમાં પોતાની આગવી મોહક અદાથી નિર્ણાયકોને મંત્રમુગ્ધ કરી દેનાર વિજેતાઓના નામ અને કૃતિઃ ( 1 ) અદિતિ દેસાઇ – બેટી બચાવો ( 2 ) ઝારા મણવર – મુકુન્દી ( ૩ ) જીયા ફુલતરીયા – ફ્યુઝન ( 4 ) રાજલ દૂધરેજીયા – બોલાવો રે . . ગરબા ( 5 ) મિહિત પટેલ – હિન્દી મિડીયમ ડ્રોઇંગ કોમ્પિટિશનમાં પોતાના હાથના કરતબથી કલાના કામણ પાથ _ પ્રતિભાશાળી વિજેતાઓ : ( 1 ) દિષ્ટી કાસુન્દ્રા – કોરોના થીમ   2 ) ખુશ મેરજા – બજરંગબલી હનુમાન ( ૩ ) રામ્યા લિખિયા – કુદરતી દૃશ્ય ( 4 ) હીવા કુંડારીયા – કોરોના અવેરનેસ ( 5 ) વેદ કાસુન્દ્રા – રાષ્ટ્રધ્વજ વસ્તૃત્વ (એલક્યૂશન) કોમ્પિટિશનમાં પોતાની ધારાપ્રવાહ વાછટા વડે શબ્દોની સરિતા રેલાવનાર વિજેતાઓ : ( 1 ) પ્રિયાંશી મેહતા – કોરોના સામે જંગ ( 2 ) સમર્થ ભીલા – COIVID – 19 ( ૩ ) રીચા પંડ્યા – સેવ અર્થ ( 4 ) વંશ ગોધવિયા – Importance of Participation ( 5 ) મોક્ષા સંઘાણી – સ્વચ્છતા ત્યાં પ્રભુતા તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખ પી . ડી . કાંજીયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવી જીવનના દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરે તેમજ યશસ્વી બને તેવી શુભકામના પાઠવેલ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63