મોરબીમાંથી ટ્રેન, ખાનગી બસ અને સ્વખર્ચે 25,000થી વધુ મજૂરો વતન જવા અધીરા બન્યા

જિલ્લામાંથી સ્વૈચ્છિક સંસ્થાઓ, સિરામિક એસોસિએશન દ્વારા 1.25 લાખ મજૂરોની નોંધણી કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-5, 

મોરબી અને આસપાસના સિરામિક એકમ, પેપરમિલ, જિનિંગ મિલ, ઘડિયાળ, બાંધકામ સહિતના અનેક કારખાનામાં લાખોની સંખ્યામાં કામ કરતા મજૂરની હાલત લોકડાઉનનાં કારણે કફોડી બનતા તેઓ વતન જવા અધીરા બન્યા છે. મોરબીમાં ટ્રેન,ખાનગી બસ તેમજ જે પણ વાહન મળ્યું તેમાં 25 હજાર કરતા પણ વધારે મજુર તેમના વતન જવા નીકળી ગયા હતા. મોરબીમાંથી 25 હજાર કરતા વધુ મજુરો તેમના વતન જવા નીકળી ગયા મજુરોને મોકલવા વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેલવે તંત્ર સીરામીક ઉધોગ અને સ્થાનિક સંસ્થાઓને સાથે રાખી મજૂરોની નોંધણી કરવામાં આવી હતી. છેલ્લા 7 દિવસમાં 1.25 લાખ જેટલા.મજૂરોની નોંધણી કરવામાં આવી હતી. હાલ રાજ્યના મજુરો માટે ટ્રેન શરૂ કરવામા આવી હતી જેમાં યુપી માટે 2,ઝારખંડ માટે 2 અને એમપી  માટે 1 ટ્રેન મંજુર થઈ જતા તેમાંથી 6000 જેટલા મજુર વતન રવાના થઈ ગયા હતા. ઉપરાંત ખાનગી બસ, ટ્રક તેમજ અન્ય વાહનમાં ઉધોગકારોએ પોતાના ખર્ચ વતન મોકલવા વ્યવસ્થા કરી છે. મોરબીમાંથી 25 હજાર કરતા વધુ મજુરો તેમના વતન જવા નીકળી ગયા છે.   અનેક શ્રમિકે કરી પદયાત્રા મોરબીમાં 25 માર્ચથી લોકડાઉન જાહેર થતા 48 કલાક દરમિયાન મોટા ભાગની ફેકટરી બંધ થઈ જતા મજૂરો બેકાર બની ગયા હતા જેથી તેમની પાસે જે મરણ મૂડી હતી તે લઈ પગપાળા તેમનો સમાન લઈ પરીવાર સાથે નીકળી ગયા હતા તો કેટલાક મજુર સાયકલ કે તેની સાથે જે વાહન હતા તે લઈ તેમના વતન જવા નીકળી પડ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63