મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસ બીલ ભરવાની મુદ્દત 23 જૂન સુધી લંબાવાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-5, મોરબી, મોરબી. હાલ લોક ડાઉનના કારણે સિરામીક એકમો બંધ પડ્યા છે. આવા સમયે ઉદ્યોગકારોએ અગાઉ લીધેલા  ઓર્ડર ડીલે થયા છે, તો અનેક સ્થળેથી લેવાની થતી રકમ પણ આવવાની અટકી જતા ઉદ્યોગકારો પાસે પુરતુ ભંડોળ નથી જેના કારણે તેઓએ રાજ્ય સરકારને રજુઆત કરી આર્થિક રાહત આપવા માગ કરી હતી. માગણીને ધ્યાને લઇ સરકારે  જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવાનો નિણર્ય કર્યો છે. આમ જે ઉદ્યોગની ડયુ ડેટ 10.મે સુુુધી હતી તે હવે 23 જૂન સુધી ભરી શકાશે. આ નિર્ણયથી મોરબી – વાંકાનેરના 950 જેટલા યુનિટને લાભ થશે.

રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવાનો નિણર્ય મુખ્યમંત્રીએ રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને 4 જેટલી મુખ્ય રાહતો આપી છે. જેમાં પ્રથમ રાહત તરીકે રાજ્યમાં જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવાનો નિણર્ય કર્યો છે. આમ જે ઉદ્યોગની ડયુ ડેટ 10 મે સુધી હતી તે હવે 23 જૂન સુધી ભરી શકાશે. અને આ માટે 15-15 દિવસના ચાર હપ્તા કરી આપવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63