IRCTC ની વેબસાઈટ ખુલતાની સાથે જ જામ, 4 વાગ્યે નહિ હવે 6 વાગ્યે થશે ટીકીટ બુક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-5,

લગભગ 48 દિવસ બાદ સામાન્ય મુસાફરો માટે ટ્રેન સેવાઓ કાલથી શરુ થવા જઇ રહી છે. ટ્રેન ટિકિટની બૂકિંગ 11 મેની સાંજે 4 વાગ્યાથી શરુ થઈ ગઈ છે, પરંતુ યાત્રીઓ ટિકિટ નથી બનાવી શકી રહ્યા. IRCTCની વેબસાઇટ ઑપન નથી થઈ રહી. 4 વાગતાની સાથે જ લોકો ટિકિટ બૂક કરવા માટે સતત IRCTCની વેબસાઇટ પર વિઝિટ કરી રહ્યા છે, પરંતુ વેબસાઇટ ખુલી નથી રહી. IRCTCની મોબાઇલ એપ પણ કામ નથી કરી રહી. આવામાં લોકો ટિકિટ બૂક કરાવવા માટે પરેશાન થઈ રહ્યા છે.   સાંજે 6 વાગ્યાથી ફરી બૂકિંગ શરુ થશે   જો કે હવે જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે 6 વાગ્યાથી ફરી બૂકિંગ શરુ થશે, ત્યારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ સામે નહીં આવે. જો કે આ દરમિયાન રેલવેનું નિવેદન સામે આવી ગયું છે. યાત્રીઓને પડી રહેલી મુશ્કેલીઓ પર દુ:ખ વ્યક્ત કરતા રેલેવેએ કહ્યું કે, સ્પેશલ ટ્રેનોથી સંબંધિત ડેટા આઈઆરસીટીસીની વેબસાઇટમાં ફીડ કરવામાં આવી રહ્યો છે, જેથી ટિકિટ બૂકિંગ સુવિધા થોડીક વારમાં ઉપલબ્ધ થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63