કોરોના સામેની લડાઈમાં PGVC ના તમામ કર્મચારીઓનું પણ મહત્વનું યોગદાન

દિવ્યક્રાંતિ મીડિયા PGVCL ના તમામ કર્મચારીઓને કોરોના વોરિયર્સની કામગીરી તરીકે બિરદાવે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 9-5, કોરોનાની વૈશ્વિક મહામારીની લડતમાં ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, પોલીસ, હોમગાર્ડ, જી આર ડી ના જવાનો તથા સફાઈ કામદારોની સાથે સાથે કોરોના વાઇરસથી ડર્યા વગર PGVCL-તથા જેટકો કંપનીના કર્મચારીઓ પણ કોરોના વાઇરસને કારણે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં પણ ડર્યા વગર ફિલ્ડમાં અવિરત કામગીરી બજાવી રહેલ છે.

લોકડાઉન દરમિયાન વૈશાખ મહિનાના ધોમ ધખતા તાપમાં 42 ડિગ્રીથી 45 ડિગ્રી ગરમીમાં લોકો ઘરમાં રહે છે, સલામત રહે છે, મહિલાઓને પીવાના પાણી માટે ભટકવું પડતું નથી કારણ કે અવિરત વીજ પુરવઠો મળી રહે છે, અને અવિરત વીજ પુરવઠાને કારણે પાણી પુરવઠા ખાતું લોકોને પાણી પૂરું પાડી રહેલ છે. સરકારી કચેરીઓમાં કામગીરી અવિરત વીજ પુરવઠાને કારણે થઇ રહેલ છે, આ અસહ્ય ગરમીમાં પંખા, એસી વગર કામ કરવું મુશ્કેલ છે.હોસ્પિટલો, સરકારી કચેરીઓ, દુકાનો, રહેણાંક મકાનો તથા ઇન્ડસ્ટ્રીઝમાં વીજ પુરવઠો સતત મળી રહે તે માટે PGVCL ના રીપેરીંગ સ્ટાફના કર્મચારીઓ લાઈન ઇન્સ્પેક્ટર તેમની ફરજ કોરોના વાયરસથી ડર્યા વગર જાનના જોખમે ફરજ બજાવી રહેલ છે.

ઘર વપરાશ, કોમર્શિયલ કનેક્શન તથા ખેતીવાડીના કનેક્શનના ફોલ્ટની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરે છે, તેમજ ઇમર્જન્સી ફરિયાદ હોય તો તે ફરિયાદને પ્રાથમિકતા આપીને તુરંત દૂર કરવામાં આવે છે. તમામ સ્ટાફની ફરજનિષ્ઠાની દિવ્યક્રાંતિ મીડિયા સ્વેચ્છાએ નોંધ લઇ તેમની આ કામગીરીને કોરોના વોરિયર્સ તરીકે તેઓને બિરદાવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63