કોરોના સામેની લડતમાં ગુજરાત સરકારના પ્રયાસો પ્રશંસનીય : ડૉ રણદીપ ગુલેરિયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.5-5, ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 7402 કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 449 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 5260 કેસ નોંધાયા છે અને 343 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ અને તે કારણે થતા મોતમાં વધારો થતા દિલ્હી AIIMS ના વડા ડૉક્ટર રણદીપ ગુલેરિયા અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમની સાથે ડોક્ટર મનીષ સુનેજાએ પણ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વાયરસ સામેની લડતમાં ગુજરાત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંદર્ભે થતી કામગીરી પર દેખરેખ રાખવા નિમાયેલા પંકજ કુમારે ડૉક્ટર રણદીપ ગુલેરિયા અને ડોક્ટર મનીષ સુનેજા સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓ ઝડપથી સાજા થાય, દર્દીઓ માટેની સારવાર પદ્ધતિ સહિત વરિષ્ઠ ડોક્ટર્સના આ રોગ સંદર્ભે અનુભવો અને જાણકારી વગેરે અંગે ખૂબ ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી. આ મુલાકાત બાદ AIIMSના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણ સામે લડવામાં ગુજરાત સરકારે જે પ્રયાસો કર્યા છે તે પ્રશંસનીય છે. રાજ્ય સરકારે કોરોના વાયરસનો મૃત્યુદર ઘટાડવા જે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. અહીંના ડોક્ટર્સ અને અન્ય મેડિકલ સ્ટાફે સરસ રીતે દર્દીઓની સેવા કરી છે. ખૂબ ટૂંકા સમયમાં 1200 બેડની હોસ્પિટલ અને સમગ્ર માળખું તૈયાર કરવા બદલ રાજ્યના આરોગ્ય તંત્રની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે જે કંઈ માળખું ઊભું કરવામાં આવ્યું છે તે ખૂબ જ આધુનિક છે જે દેશ માટે ગૌરવની વાત છે. તેમણે રાજ્યના સરકારી અને ખાનગી ડૉક્ટર સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63