નોટ બંધીથી તમાકુ બંધી સુધીની યાત્રા:લોકડાઉન હટયા પછી શું???

(કિશન બુધ્ધભટ્ટી) તા.6-5, મોત આવે તે પહેલા જ મરી જવાની કળા ધરાવતા કલાકારોથી દેશ ભરપુર ભર્યો છે, આપણી બદનસીબી છે કે આ પ્રકારના કલાકારોની સલાહ,સૂચના અને આદેશ પ્રમાણે જીવવાનું છે.  મચ્છર ગાલ પર બેઠો હોય તો તેને મારવા ગાલ પર તમાચો મારી દઇ છીએ ત્યારે મચ્છર કા તો મરી જાય અથવા ઉડી જાય, પણ જે તમાચો માર્યો હોય તેના કારણે ગાલ સૂજી જાય તેનું શું? કોરોનાવાયરસ ને દૂર કરવા અથવા તો તેનો નાશ કરવા લોકકડાઉનનો તમાચો તો માર્યો પરંતુ હવે આપણો ગાલ કેવો સુજી જશે તેની વાત કરીએ.  

કોરોનાવાયરસે રાજકીય અને ધાર્મિક પરંપરાને ઉલટ પલટ કરી નાખી છે, રાજકીય પરંપરાની વાત કરીએ તો આગામી એક વર્ષમાં બિહાર સહિત છ રાજ્યોમાં ચૂંટણી થનાર છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં જનસંપર્કને કમસંપર્કમાં બદલવો પડશે, જાહેર સભામાં ભાષણ કરવાની કોઈ પણ નેતા હિંમત નહીં કરે, લોકો પણ જાહેર સભામાં કોરોના સંક્રમણના ભયથી ઘેરહાજર રહી સામાજિક દુરી સ્વયંભુ જાળવશે.  ૨૦૧૪,માં મોદીજીએ ૫૮૪૭, ચૂંટણી સભા, ચૂંટણી કાર્યક્રમો કરેલ હતા, આ માટે તેઓ ૧ લાખ  ૫૦ હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો, ૨૦૧૯,માં તેઓએ માત્ર ૧૪૨, ચૂંટણી સભાઓ કરેલ, છતાં પણ તેઓની પ્રમાણિક કાર્યપ્રણાલી અને જનતાના વિશ્વાસ થકી ઐતિહાસિક વિજય મેળવેલ હતો, પરંતુ હવે પછી વડાપ્રધાન થી માંડીને નાના ગામના સરપંચે ચૂંટણી પ્રચાર માટે ઇલેક્ટ્રોનિક માધ્યમની શરણે જવુ પડશે, તેમજ ચૂંટણી ઢંઢેરામાં જ્ઞાતિ જાતિ કે વિકાસની વાત પડતી મૂકી, મહામારી સમયે કેવી તૈયારી રખાશે તેની તેમજ સ્વાસ્થ્ય સુવિધાઓ વધુમાં વધુ કઈ રીતે ઉપલબ્ધ કરાશે તેના વચનો આપવા પડશે, જેના કારણે સ્થાનિક ઉમેદવાર ના જીતવાના ચાન્સ વધુ રહેશે અને આયાતી ઉમેદવારના હારવાના ચાન્સ વધુ રહેશે.  ધાર્મિક પરંપરાની વાત કરીએ તો કોઈપણ જ્યોતિષીઓ કે  ધર્મગુરુઓ કોરોના વાયરસ અંગે ચેતવી ન શક્યા કે બચાવી પણ ન શકવાના કારણે અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટી જશે અને વૈજ્ઞાનિક અભિગમ તરફ લોકો વળશે.”અમે તો દર રવિવારે બહાર હોટલમાં જમવાનું અને રાત્રીના પિક્ચર જોઇને પછી ઘેર આવવાનુ નક્કી કરેલ છે.” “વેકેશનમાં તો અમે દાર્જિલિંગ જવાના છીએ” “અમે તો સહ પરિવાર ચારધામની યાત્રા કરવા જવાના છીએ” આ પ્રમાણેની ઉપરોક્ત વાતો હવે પ્રાચીન ઇતિહાસની વાતો માં ગણના થશે.  નોટબંધીથી તમાકુબંધી સુધીની યાત્રામાં લોકડાઉન હટી જાય તો સ્પ્રિંગ દબાવ્યા પછી ઉછળે તેમ વ્યસનીઓ પોતાના વ્યસન પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડશે, ઘર ખર્ચ કરતા વ્યસનનો ખર્ચ ડબલ થઇ જશે. અંતમાં કોરોના જયાથી આવ્યો હોય ત્યાં પાછો ચાલ્યો જાય, ૧૩૦, કરોડની પ્રજા સોશિયલ distance જાળવી સ્વાસ્થ્યપ્રદ જીવન જીવી, કોરોનાવાયરસ ને હરાવી વિજય મેળવે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ.

આપણા દેશનું જો પતન થશે તો તે ભક્તિપૂજા અને વ્યક્તિપૂજા ના કારણે થશે.:-બાબાસાહેબ આંબેડકર

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, અહીં ક્લિક કરી ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63