મોરબીનો કોરોના પર ભવ્ય વિજય : એક પોઝિટિવ કેસ આજે રિકવર થતા મોરબી કોરોના મુક્ત બન્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 26-4, મોરબીમાં થોડા દિવસો પહેલા ઉમા ટાઉનશીપમાં કોરોનાનો પ્રથમ કેશ સામે આવ્યો હતો. જે 52 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો તે વ્યક્તિએ કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે. ગઈકાલે પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તેઓને રજા મળી જશે આમ ગાઈડલાઈન પ્રમાણે જો પોઝિટિવ દર્દીના બે રિપોર્ટ નેગેટિવ આવે તો તે સાજા થઈ ગયા હોવાનું જાહેર કરવામાં આવે છે. માટે મોરબીના આધેડ પણ કોરોનાને હરાવી સાજા થઈ ગયા છે અને તેઓને આવતીકાલ સુધીમાં આઇસોલેશન વોર્ડમાંથી રજા આપી દેવામાં આવશે મોરબી માટે આ સારા સમાચાર છે, જો લોકોનો આ જ રીતે પૂરો સાથ સહકાર રહ્યો તો ટુંક સમયમાં જ ગુજરાત અને ભારતને પણ કોરોના મુક્ત થવાના ખુશખબર મળી શકશે, ગુજરાતના મુખ્ય મંત્રીએ જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અત્યારે કોરોનાથી રિકવર થવાનો રેશિયો 60% જેટલો છે આજે જે રિકવરીના આંકડા આવ્યા છે તે બધાને 15 દિવસ પહેલા ક્વોરેન્ટાઇન પિરિયડ માં હતા તો 15 દિવસ પહેલા જે કોરોના પોઝિટિવ કેસનો આંક ગુજરાતમાં હતો તેને આજના આંક સાથે સરખવામાં આવે તો કોરોના સામે 60 ટકા લોકો રિકવર થઇ રહ્યા છે. જે ખુબ જ સારા સમાચાર કહેવાય ગુજરાતના લોકો કોરોના સામે ખુબ જલ્દી રિકવર થઇ રહ્યા છે. જે રીતે આપણી ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ ભાવનાથી કામ કરી રહ્યા છે તેમને ગુજરાતની જનતાનો જે રીતે સહકાર પ્રાપ્ત થઇ રહ્યો છે ત્યારે ગુજરાત આ મહામારીને મ્હાત આપવામાં અવશ્ય સફળ થશે તેવો વિશ્વાશ દૃઢ બન્યો છે. (અહેવાલ : જયદેવ બુધ્ધભટ્ટી)

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70